________________
વિનય-બહુમાનની ચતુર્ભાગી.
વિનય એટલે ગુરુની બાહ્ય સેવા. બહુમાન એટલે ગુરુ સાથેનો અંદરનો પ્રેમભર્યો સંબંધ. વિનય અને બહુમાનના ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે
(૧) વિનય પણ હોય અને બહુમાન પણ હોય. દા.ત. કુમારપાળ મહારાજા વગેરે.
(૨) વિનય હોય પણ બહુમાન ન હોય. દા.ત. પાલકકુમાર વગેરે. (૩) વિનય ન હોય પણ બહુમાન હોય. દા.ત. શાંખકુમાર વગેરે.
(૪) વિનય પણ ન હોય અને બહુમાન પણ ન હોય. દા.ત. કપિલા દાસી, કાલસૌરિક કસાઇ વગેરે.
(૧) પહેલા ભાંગાનું ઉદાહરણ ગૌતમસ્વામી વગેરે સાધુ ભગવંતો છે. તેઓ ગુરુની બાહ્ય સેવા પણ કરે છે અને અંદરથી ગુરુ પ્રત્યે પ્રેમવાળા પણ હોય છે.
(૨) બીજા ભાંગાનું ઉદાહરણ વિનયરત્ન વગેરે સાધુઓ છે. તેઓ ગુરુને ખુશ કરવા ગુરુની બાહ્ય સેવા કરે છે, પણ માયા કે અજ્ઞાનને લીધે અંદરમાં ગુરુ પ્રત્યે ભાવ વિનાના હોય છે.
(૩) ત્રીજા ભાંગાનું ઉદાહરણ તેવા રોગ વગેરેથી ઘેરાયેલા સાધુઓ છે. તેઓ રોગ વગેરેને લીધે ગુરુની બાહ્ય સેવા કરી શકતા નથી, પણ અંદરમાં ગુરુ પ્રત્યે ઉછળતા ભાવવાળા હોય છે.
(૪) ચોથા ભાંગાનું ઉદાહરણ કુલવાલકમુનિ વગેરે સાધુઓ છે. તેઓ ગુરુની બાહ્ય સેવા કરતા નથી અને અંદરથી ગુરુ પ્રત્યે પ્રેમ વિનાના હોય છે. ચોથા ભાંગાના સાધુઓ હકીકતમાં શિષ્ય જ નથી, પણ શિષ્યાભાસ છે. એટલે બહારથી શિષ્ય જેવા દેખાય છે. -
આ ચાર ભાંગાઓમાંથી પહેલો ભાંગો શુદ્ધ છે. કારણે ત્રીજો ભાંગો પણ શુદ્ધ છે. બીજા અને ચોથો ભાંગો અશુદ્ધ જ છે. તેમાં પણ ચોથો ભાંગો સંપૂર્ણ રીતે અશુદ્ધ છે. બીજા ભાંગાવાળો સાધુ બહુમાનરહિત વિનય કરવા વડે થોડું અનુબંધ રહિત પુણ્ય બાંધે છે, પણ તે ભાવ વિનાનો હોવાથી વિશિષ્ટ પુણ્યબંધ અને કર્મનિર્જરા કરી શકતો નથી. ત્રીજા ભાંગાવાળા સાધુઓ રોગ
સમર્પણમ્