________________
'વૈયાવચ્ચના પ્રકારો
વૈયાવચ્ચ એટલે ગુરુના કાર્યમાં રોકાયેલા રહેવું, એટલે કે ગુરુની સેવા કરવી. વૈયાવચ્ચ એક વિશેષ પ્રકારનો વિનય છે. વૈયાવચ્ચના દસ પ્રકાર છે. તે આ પ્રમાણે
(૧) આચાર્યની વૈયાવચ્ચઃ પંચાચાર પાળે અને પળાવે તે આચાર્ય. તેમની વૈયાવચ્ચ કરવી જોઇએ.
(૨) ઉપાધ્યાયની વૈયાવચ્ચઃ શાસ્ત્રો ભણે અને ભણાવે તે ઉપાધ્યાય. તેમની વૈયાવચ્ચ કરવી જોઇએ.
(૩) સ્થવિરની વૈયાવચ્ચઃ શિથિલ થતાં સાધુઓને સંયમમાં સ્થિર કરે તે સ્થવિર. તેમની વૈયાવચ્ચ કરવી જોઇએ.
(૪) કુળની વૈયાવચ્ચઃ એક આચાર્યનો સાધુસમુદાય તે કુળ. તેની વૈયાવચ્ચ કરવી જોઇએ.
(૫) ગણની વૈયાવચ્ચઃ ઘણા કુળોનો સમુદાય તે ગણ. તેની વૈયાવચ્ચ કરવી જોઇએ.
(૬) સંઘની વૈયાવચ્ચઃ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની વૈયાવચ્ચ કરવી જોઇએ.
(૭) તપસ્વીની વૈયાવચ્ચ : અઠ્ઠમથી ઉપરના વિકૃષ્ટ તપો કરે તે તપસ્વી. તેની શારીરિક શુશ્રષાથી અને પારણામાં પૌષ્ટિક આહાર વગેરે વહોરાવીને વૈયાવચ્ચ કરવી જોઇએ.
(૮) પ્લાનની વૈયાવચ્ચ રોગથી પીડાતો હોય તે ગ્લાન. તેની ઔષધ, પથ્ય, વૈદ્ય, ડોકટર, દવાખાના, હોસ્પિટલો વગેરેથી વૈયાવચ્ચ કરવી જોઇએ.
(૯) સાધર્મિકની વૈયાવચ્ચ : સાધુ-સાધ્વીની અપેક્ષાએ સાધુ-સાધ્વી સાધર્મિક છે. શ્રાવક-શ્રાવિકાની અપેક્ષાએ શ્રાવક-શ્રાવિકા સાધર્મિક છે. સાધર્મિકની આહાર વગેરેથી વૈયાવચ્ચ કરવી જોઇએ.
(૧૦) શૈક્ષકની વૈયાવચ્ચ ? જેની નવી દીક્ષા થઈ હોય તે શિક્ષક. તેની બધી રીતે વૈયાવચ્ચ કરવી જોઇએ. તેને બધું શીખવાડવું એ પણ તેની વૈયાવચ્ચ
સમર્પણ