________________
આ દસેની આહાર, પાણી, વસ્ત્ર, પાત્રા, મકાન, ઉપકરણો, ઔષધ, પથ્ય વગેરે સાધુએ લાવીને અને ગૃહસ્થ વહોરાવીને વૈયાવચ્ચ કરવી જોઇએ. સાધુએ તેમના કાપ કાઢવા, શરીર દબાવવું વગેરે વૈયાવચ્ચ કરવી જોઇએ. જેની માટે જે જે ઉચિત હોય તે તે વસ્તુથી વૈયાવચ્ચ કરવી જોઇએ.
'વૈયાવચ્ચનું માહાભ્ય (૧) એક પણ સાધુની ભક્તિથી પંદર કર્મભૂમિના બધા સાધુઓની ભક્તિ થાય છે. એક સાધુની હલનાથી પંદર કર્મભૂમિના બધા સાધુઓની હીલના થાય છે. સાધુની ભક્તિથી જ્ઞાન વગેરે ગુણો જ પૂજાય છે. જ્ઞાન વગેરે ગુણો બધા સાધુઓમાં સમાન છે. તેથી જ્ઞાન વગેરે ગુણોવાળા આ સાધુની ભક્તિ કરૂં' એવી બુદ્ધિથી કરાયેલી એક પણ સાધુની ભક્તિથી જ્ઞાન વગેરે ગુણોવાળા બધા ય સાધુઓની ભક્તિ થાય છે, કેમકે ભક્તિ કરનારનો સામાન્યથી જ્ઞાન વગેરે ગુણોની પૂજાનો જ ભાવ હોય છે. જ્ઞાન વગેરે ગુણોવાલાની હાલના અવિવેકી જ કરે છે. જે એક સાધુમાં રહેલા જ્ઞાન વગેરે ગુણોની હલના કરે છે તે બધાય સાધુઓમાં રહેલા જ્ઞાન વગેરે ગુણોની હલના કરે છે. કેમકે તેનો અવિવેક બધે એકસરખો છે.
(૨) વર્તમાનકાળે પંદરે કર્મભૂમિઓમાં જઘન્યથી પણ બે હજાર કરોડથી નવ હજાર કરોડ સાધુ ભગવંતોની ભક્તિ થાય છે અને ત્રણે કાળની અપેક્ષાએ અનંત સાધુ ભગવંતોની ભક્તિ થાય છે. એ જ રીતે એક સાધુની હીલનાથી વર્તમાનકાળની અપેક્ષાએ બે હજાર કરોડથી નવ હજાર કરોડ સાધુ ભગવંતોની હાલના થાય છે અને ત્રણે કાળની અપેક્ષાએ અનંત સાધુ ભગવંતોની હાલના થાય છે. આમ એક સાધુની ભક્તિથી અનંતગુણ લાભ થાય છે અને એક સાધુની હલનાથી અનંતગુણ નુકસાન થાય છે. માટે સાધુની ભક્તિ હંમેશા દિલ દઇને કરવી અને સાધુની હલના ક્યારેય ન કરવી.
(૩) જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે ઉત્તમ ગુણોને ધારણ કરનારા ગુરુ ભગવંતોની હંમેશા વૈયાવચ્ચ કરવી જોઇએ, કેમકે બીજું બધું નાશ પામે છે પણ વૈયાવચ્ચ નાશ પામતી નથી. જો કે જેમ દીક્ષા છોડી દેવાના કારણે કે મૃત્યુ પામવાના કારણે અવિરતિને પામેલાનું ચારિત્ર નાશ પામે છે અને પરાવર્તન
ગુરુ ભક્તિ