________________
હોય તો તે શિષ્યનું શિષ્યપણુ-સાધુપણુ વિડંબણારૂપ છે, એટલે કે નકામુ છે. તેનાથી શું ફાયદો ? (૬) જે ગુરુની સામે કે ગુરુની પીઠ પાછળ ગુરુની નિંદા કરે છે તેને બીજા ભવમાં જિનશાસન મળતું નથી. (૭) ગુરુભક્તિ વૃક્ષ જેવી છે. શિષ્યોને સંસારમાં મળતી ઋદ્ધિઓ ગુરુભક્તિરૂપી વૃક્ષના ફૂલ જેવી છે. (૮) એક ગ્લાસ પાણી આપનારના ઉપકારનો બદલો પણ વાળી શકાતો નથી. ગુરુ તો સંસારસાગરથી તારે છે. તેમના ઉપકારને યાદ કરી હંમેશા ગુરુભક્તિમાં અપ્રમત રહેવું. (૯) ઘરના આંગણા પરથી ઘરની અંદરની સંપત્તિની ખબર પડે છે. માયાવી શિષ્ય ગુરુને ખુશ કરવા માત્ર વચનથી ગુરુને કહે છે કે, “તમારા ચરણોની સેવા એ જ મારું જીવન છે.” તેના આ વચન પરથી તેની અંદર રહેલી માયા, ભાવશૂન્યતા વગેરેની ખબર પડી જાય છે. બોલવા માત્રથી જીવનમાં ગુરુભક્તિ આવી નથી જતી. ગુરુભક્તિને જીવનમાં લાવવા તો ઘણી મહેનત કરવી પડે છે. જેના જીવનમાં ગુરુભક્તિ હોય છે એનું જીવન જ એની ગુરુભક્તિને કહી આપે છે, એણે કહેવાની જરૂર પડતી નથી કે, “ગુરુભક્તિ એ જ મારું જીવન છે.” (૧૦) શિષ્ય ગુરુના મનને અનુકૂળ વર્તે એ જ શ્રેષ્ઠ કળા છે, એ જ શ્રેષ્ઠ ધર્મ છે અને એ જ શ્રેષ્ઠ તત્ત્વ છે. (૧૧) ગુરુનું વચન યોગ્ય જ હોય. કદાચ નસીબજોગે ગુરુનું વચન અયોગ્ય હોય તો પણ એ તીર્થરૂપ છે. તેનાથી જે પણ થાય તે કલ્યાણરૂપ જ થાય. (૧૨) જેને ફાંસીના માચડે ચઢાવવાનો છે એવા ચોરને અલંકારો પહેરાવવાથી કંઇ લાભ થતો નથી. તેમ ગુરુની ઇચ્છાને અવગણીને શિષ્યોને જે ઋદ્ધિ મળે છે તેનાથી તેમને કંઇ લાભ થતો નથી. (૧૩) શિષ્ય ખંજવાળવું, ઘૂંકવું, શ્વાસ લેવો વગેરે નાના કાર્યોની રજા ગુરુ પાસેથી બહુવેલ'ના બે આદેશો દ્વારા લઇને પછી તે કાર્યો કરવા. બાકીના મોટા દરેક કાર્યો શિષ્ય ગુરુને પૂછીને જ કરવા. એટલે શિષ્ય ગુરુને પૂછડ્યા વિના કંઇ પણ ન કરવું. (૧૪) એક કાર્યની ગુરુ પાસેથી રજા લઇને બીજા બે-ત્રણ કાર્યો શિષ્ય ન
સમર્પણમ્