________________
કૃષ્ણ મહારાજાએ તે ભાવવંદનના પ્રભાવે તીર્થંકર નામકર્મ બાંધ્યું, ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત કર્યું અને પોતાની ચાર નરક તોડી.
(૩) બે ગામમાં રહેતા બે રાજસેવકોને ગામની સીમા બાબત ઝગડો થયો. ન્યાય માટે તેઓ રાજદરબારમાં જવા નીકળ્યા. રસ્તામાં તેમને મહાત્માના દર્શન થયા. એક રાજસેવકે “મહાત્માના દર્શનથી મારું કાર્ય સિદ્ધ થશે” એમ વિચારી ત્રણ પ્રદક્ષિણા આપી ભાવથી વંદન કર્યું. બીજા રાજસેવકે તેનું અનુકરણ કરીને ભાવ વિના દ્રવ્યવંદન કર્યું. બન્ને રાજદરબારમાં પહોંચ્યા. ભાવવંદન કરનારો જીત્યો. દ્રવ્યવંદન કરનારો હાર્યો.
(૪) એકવાર કૃષ્ણ વાસુદેવે શામ્બ અને પાલક નામના પોતાના પુત્રોને કહ્યું, “કાલે પ્રભુને જે પહેલા વંદન કરશે તેને હું મારો ઘોડો આપીશ.” શાખે સવારે ઊઠીને પોતાની શય્યામાં રહીને જ ભાવથી વંદન કર્યા. પાલકે વહેલા ઊઠીને ઘોડા પર બેસીને પ્રભુને વંદન કર્યા. કૃષ્ણ પ્રભુને પૂછ્યું, આપને પહેલા કોણે વંદન કર્યા ?' પ્રભુ બોલ્યા, “દ્રવ્યવંદન પાલકે પહેલા કર્યું અને ભાવવંદન શાખે પહેલા કર્યું.” કૃષ્ણ શામ્બને ઘોડો આપ્યો.
કાયાથી વંદનની ખમાસમણા, આવશ્યકો વગેરે બધી ક્રિયાઓ વિધિ સહિત કરવાપૂર્વક, વચનથી વંદનના સૂત્રના શુદ્ધ અને સ્પષ્ટ ઉચ્ચારણપૂર્વક અને મનથી અત્યંત ભાવોલ્લાસપૂર્વક કરેલું વંદન અઢળક પુણ્ય બંધાવનારું અને લખલૂટ કર્મનિર્જરા કરાવનારું બને છે. માટે આ રીતે મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક વંદન કરવું.
છે
સમર્પણમ્