________________
(૪) કારિતનિમિત્તકારણઃ ગુરુએ જેને ભણાવ્યો હોય એવા શિષ્ય વિશેષ રીતે ગુરુનો વિનય કરવો જોઇએ અને તેમનું કહ્યું કરવું જોઇએ. એક અક્ષર પણ જેણે ભણાવ્યો હોય તેના ઉપકારનો બદલો વળી શકાતો નથી તો ગુરુએ તો શિષ્ય ઉપર ઘણા ઉપકારો કર્યા છે-તેને ચારિત્ર આપ્યું, તેને શાસ્ત્રો ભણાવ્યા, તેના ગુણોનો વિકાસ કર્યો, તેને હિતશિક્ષા-વાચનાઓ આપી, તેની બધી રીતે કાળજી કરી વગેરે. આવા અગણિત ઉપકારો કરનારા ગુરુના ઉપકારો તો શું ભૂલાય ? માટે ગુરુએ કરેલા ઉપકારોને યાદ કરીને શિષ્ય જીવનભર ગુરુની ખૂબ સેવા કરવી જોઇએ.
(૫) દુઃખાર્તગવેષણઃ ગુરુ કે અન્ય સાધુ માંદગીમાં હોય ત્યારે તેમને દવા આપવી, તેમના માટે પથ્ય વસ્તુ લાવવી વગેરે વડે તેમની ખૂબ કાળજી કરવી જોઇએ. સ્વાધ્યાય વગેરેના લોભથી ગ્લાનની ઉપેક્ષા ન કરવી જોઇએ. ગ્લાનને બધી રીતે સમાધિ આપવા ઉદ્યમશીલ બનવું.
() દેશ-કાલજ્ઞાન : શિષ્ય દેશ, કાળ વગેરેને જાણીને તે મુજબ વર્તવું, એટલે કે અવસરને જાણીને તે મુજબ વર્તવું. કોઇ એક બાબતનો કદાગ્રહ ન રાખવો, પણ જે વખતે જે ઉચિત જણાય તે વખતે તે કરવું.
(૭) સર્વત્રાનુમતિઃ શિષ્ય બધા વિષયોમાં ગુરુને અનુકૂળ બનવું. તેણે ગુરુથી પ્રતિકૂળ ન વર્તવું. તેણે પોતે અગવડ વેઠીને પણ ગુરુને સગવડ કરી આપવી. ગુરુને અનુકૂળ બનનારને આખું વિશ્વ અનુકૂળ બને છે. ગુરુને પ્રતિકૂળ બનનારને આખું વિશ્વ પ્રતિકૂળ બને છે. ગુરુને પ્રતિકૂળ બનીને મોક્ષમાર્ગની આરાધના કરનારા ઊંધા રસ્તે છે. ગુરુને અનુકૂળ બનવું એ જ મોક્ષમાર્ગની આરાધના છે.
વિનયના આવા અનેક પ્રકારો છે. તે સ્વયં વિચારવા. આમ વિવિધ રીતે ગુરુનો વિનય કરી શિષ્ય ગુરુની આરાધના કરવી.
જૈન સાધુના લોકોત્તર વિનયનું દષ્ટાંત એક રાજા અને આચાર્ય ભગવંતનો વાર્તાલાપ થયો. રાજાએ કહ્યું, “રાજપુત્રોનો વિનય અદ્વિતીય હોય છે. આચાર્ય ભગવંતે કહ્યું, “અમારા સાધુઓનો વિનય સર્વ શ્રેષ્ઠ હોય છે. કોનો વિનય ચઢિયાતો છે ? એનો નિર્ણય કરવા એક રાજપુત્ર અને એક જૈન સાધુની પરીક્ષા કરવાનું નક્કી થયું. રાજાએ રાજપુત્રને બોલાવીને કહ્યું, “વત્સ, ગંગા કઇ દિશા તરફ વહે છે એની
સમર્પણમ્