________________
વૈરાગ્ય ન હોય, તો તે બધું પાણી વિનાની નદીની જેમ શોભતું નથી. અર્થાત્ જેમ પાણી વિનાની નદી શોભતી નથી તેમ વિનય અને વૈરાગ્ય વિનાનો મનુષ્ય શોભતો નથી.
'न तथा सुमहाय॑रपि, वस्त्राभरणैरलङ्कृतो भाति । श्रुतशीलमूलनिकषो, विनीतविनयो यथा भाति ॥६८||'
અર્થ : અત્યંત વિનીત જેવો શોભે છે તેવો ઘણા કિંમતી વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત મનુષ્ય શોભતો નથી. વિનય એ શ્રુતજ્ઞાન અને સદાચારની કસોટી છે. એટલે કે વિનીતમાં શ્રુતજ્ઞાન અને સદાચાર હોય છે. અવિનીતમાં શ્રુતજ્ઞાન અને સદાચાર હોતા નથી. અવિનીતનું શ્રુતજ્ઞાન એ શ્રુતજ્ઞાન નથી અને સદાચાર એ સદાચાર નથી.
'विनयफलं शुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरति-र्विरतिफलं चावनिरोधः ॥७२।। संवरफलं तपोबल-मथ तपसो निर्जरा फलं द्रष्टम् । तस्माक्रियानिवृतिः क्रियानिवृत्तेरयोगित्वम् ॥७३।। योगनिराधाद्भवसन्ततिक्षयः सन्ततिक्षयान्मोक्षः । तस्मात्कल्याणानां, सर्वेषां भाजनं विनयः ||७४।।'
અર્થ : વિનયનું ફળ ગુરુની સેવા છે. ગુરુસેવાનું ફળ શ્રુતજ્ઞાન છે. જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિનું ફળ આશ્રવોનો નિરોધ (સંવર) છે. સંવરનું ફળ તપની શક્તિ છે. તપનું ફળ નિર્જરા છે. નિર્જરાથી ક્રિયાની નિવૃત્તિ થાય છે. ક્રિયાની નિવૃત્તિથી યોગનિરોધ (અયોગીપણું) થાય છે. યોગનિરોધથી ભવની પરંપરાનો ક્ષય થાય છે. ભવપરંપરાના ક્ષયથી મોક્ષ થાય છે. માટે બધા કલ્યાણોનું ભાજન/આધાર વિનય છે. (૩) ઉપદેશમાળામાં કહ્યું છે :
'विणओ सासणे मूलं, विणीओ संजओ भवे । विणयाओ विप्पमुक्कस्स, कओ धम्मो को तवो ? ||३४१।।'
અર્થઃ જિનશાસનનું મૂળ વિનય છે. વિનીત નથી તે સંમત ન થઇ શકે. કદાચ બાહ્ય વેષથી તે સંમત હોય તો પણ તેના જીવનમાં ધર્મ અને તપ ન હોય.
'विणओ आवहइ सिरिं, लहइ विणीओ जसं च कित्तिं च । न कयाइ दुव्विणीओ, सकज्जसिद्धिं समाणेइ ||३४२।।'
ગુરુ ભક્તિ