________________
અર્થ : વિનય લક્ષ્મીને લાવે છે. વિનીત આત્મા યશ અને કીર્તિ પામે છે. દુર્વિનીત જીવ ક્યારેય પોતાના કાર્યની સિદ્ધિ પામતો નથી. અર્થાત્ દુર્વિનીતનું કાર્ય ક્યારેય સિદ્ધ થતું નથી. (૪) ચંદાવેજઝય પયશામાં ઃ કહ્યું છે
'जो परिभवइ मणूसो आयरियं, जत्थ सिक्खए विज्जं । तस्स गहिया वि विज्जा, दुक्खेण वि अप्फला होइ ||४||'
અર્થ : જેની પાસે જ્ઞાન ભણે તે આચાર્યનો જો મનુષ્ય પરાભવ (અવિનય) કરે, તેનું મુશ્કેલીથી મેળવાયેલું જ્ઞાન પણ ફળ આપતું નથી.
'थद्धो विणयविहूणो न लभइ, कित्तिं जसं च लोगम्मि | जो परिभवं करेइ गुरुण, गुरुयाए कम्माणं ॥५।।'
અર્થ અભિમાનથી અક્કડ અને વિનય વિનાનો જે મનુષ્ય ભારેકર્મીપણાને લીધો ગુરુનો પરાભવ (અવિનય) કરે છે તેને લોકમાં કીર્તિ ને યશ મળતા નથી.
'सव्वत्थ लभेज्ज नरो विस्संभं , सच्चयं च कित्तिं च । जो गुरुजणोवइटुं विज्जं विणएण गेण्हेज्ज ।।६।।'
અર્થ : જે મનુષ્ય ગુરુએ સમજાવેલા જ્ઞાનને વિનયપૂર્વક ગ્રહણ કરે છે તે બધે વિશ્વાસપાત્ર બને છે, સાચો પૂરવાર થાય છે અને કીર્તિ પામે છે.
'अविणीयस्स पणस्सइ, जइ वि न नस्सइ न नज्जइ गुणेहिं। विज्जा सुसिक्खिया विहु, गुरुपरिभवबुद्धिदोसेणं ।।७।।'
અર્થ : ગુરુનો પરાભવ કરવારૂપ બુદ્ધિના દોષથી અવિનીતનું સારી રીતે ભણાયેલું જ્ઞાન પણ નાશ પામે છે, કદાચ નાશ ન પામે તો પણ તેનાથી ગુણોની પ્રાપ્તિ થતી નથી.
'सिक्खाहि ताव विणयं, किं ते विज्जाइ दुव्विणीयस्स | दुस्सिक्खिओ हु विणओ, सुलभा विज्जा विणीयस्स ।।११।।'
અર્થ: પહેલા વિનય તો શીખ, દુર્વિનીત એવા તને જ્ઞાનથી શું લાભ થશે ? વિનય જ મુશ્કેલીથી શીખાય એવો છે. વિનીતને તો જ્ઞાન સુલભ છે.
'पव्वइयस्स गिहिस्स व, विणयं चेव कुसला पसंसति । नहु पावइ अविणीओ, कितिं च जसं च लोगम्मि ||१५||'
સમર્પણમ્