________________
અર્થ : જેમ ચંદનવૃક્ષમાં ઉત્પત્તિના સમયથી જ સુગંધ હોય છે, જેમ ચંદ્રમાં ચાંદની સાથે જ હોય છે, જેમ શંખમાં સફેદ રંગ શરૂઆતથી જ હોય છે તેમ સારા કુળમાં ઉત્પન્ન થયેલાઓમાં જન્મથી જ વિનય હોય છે.
'होज्ज असज्झं मन्ने, मणिमंतोसहिसुराणवि जयम्मि । नत्थि असज्झं कज्जं, किंपि विणीयाण पुरिसाणं ||४१०|| અર્થ ઃ મણિ, મંત્ર અને મહાઔષધિઓનો પ્રભાવ અચિંત્ય છે. દેવોને મનથી કાર્યસિદ્ધિ થાય છે. તેથી મણિ વગેરેને કંઇપણ અસાધ્ય નથી, અર્થાત્ એવું કોઇ કાર્ય નથી કે જે મણિ વગેરેથી ન થાય. તો પણ હું માનું છું કે જગતમાં તેમને પણ કોઇક કાર્ય અસાધ્ય હોય, અર્થાત્ તેમનાથી પણ કોઇક કાર્ય ન થાય. પણ વિનીતપુરૂષોને તો કોઇપણ કાર્ય અસાધ્ય નથી, અર્થાત્ વિનીતપુરૂષના બધા જ કાર્યો સિદ્ધ થાય છે. કેમકે વિનીતપુરૂષ તો સ્વર્ગ અને મોક્ષને પણ સાધે છે. મણિ વગેરે તેમને સાધી શકતા નથી.
'इहलोए च्चिय विणओ, कुणइ विणीयाण इच्छियं लच्छिं । ખદ સીદ્દાર્ફન, સુ' નિમિત્તે = પરનોÇ Il૪૧૧૫’
અર્થ : વિનય સિંહ૨થ વગેરેની જેમ વિનીતપુરૂષોને આલોકમાં જ ઇચ્છિત લક્ષ્મીને આપે છે અને પરલોકમાં સદ્ગતિ આપે છે.
किं बहुणा ? विणओ च्चिय, अमूलमंतं जए वसीकरणं । તોયપાનોયનુાળ, મળવયિાળ ।।૪૧૨।।’
ઃ
અર્થ : વધારે શું કહેવું ? જગતમાં કોઇને મૂળિયા ખવડાવીને વશ કરાય છે. કોઇને મંત્રના પ્રયોગથી વશ કરાય છે. વિનય કરનાર મૂળિયા અને મંત્ર વિના આરોગ્ય, લક્ષ્મી, યશ, સૌભાગ્ય, સ્વર્ગ, રાજ્ય, મોક્ષ વગેરે આલોકપરલોકના બધા મનવાંછિત સુખોને વશ કરી શકે છે. વિનયથી દેવો પણ વશ થાય છે.
(૨) પ્રશમરતિમાં કહ્યું છે :
'कुलरुपवचनयौवन-धनमित्रैश्वर्यसम्पदपि पुंसाम् । विनयप्रशमविहीना, न शोभते निर्जलेव नदी ||६७ ||
અર્થ : મનુષ્યની પાસે ગમે તેવું ઉચ્ચ કુલ હોય, કામદેવ જેવું રૂપ હોય, મધ જેવા મીઠા વચનો હોય, આકર્ષક થનગનતું યૌવન હોય, ધનના ઢગલા હોય, મિત્ર સમુદાય હોય, ઐશ્વર્ય હોય, પણ વિનય અને પ્રશમ
૫૩
સમર્પણમ્