________________
તપાસ કરી આવ.' તેણે પહેલાં જ કહી દીધું, “એમાં તપાસ શું કરવાની ? આખી દુનિયા જાણે છે કે ગંગા પૂર્વદિશા તરફ વહે છે.” રાજાએ માંડ માંડ સમજાવીને તેને મોકલ્યો. તે મિત્રો પાસે રાજાની નિંદા કરી થોડે સુધી જઇને પાછો આવ્યો. તેણે રાજાને કહ્યું, “હું ત્યાં જઇને જોઇ આવ્યો છું. મારું વચન બરાબર છે. ગંગા પૂર્વ દિશા તરફ વહે છે.” પછી સૂરિજીએ સાધુ ભગવંતને કહ્યું, “વત્સ, ગંગા કઇ દિશા તરફ વહે છે તેની તપાસ કરી આવ.” તેણે વિચાર્યું, “ગંગા પૂર્વદિશા તરફ વહે છે એવું બધા જાણે છે, ગુરુદેવ પણ જાણે છે. છતાં ગુરુદેવે આમ કહ્યું છે એટલે નક્કી આમાં કોઇક કારણ હોવું જોઇએ. કારણ તો ગુરુદેવ જાણે. મારે તો ગુરુદેવે કહ્યું તે કરવાનું છે. આમ વિચારીને તે જાણતો હોવા છતાં તપાસ કરવા ગંગા તરફ ગયો. ગંગા પાસે જઇ તેણે તેને પૂર્વદિશા તરફ વહેતી જોઈ. તેમાં પડેલા પાંદડા વગેરે પણ પૂર્વદિશા તરફ વહેતા હતા. ત્યાંના લોકોને પણ તેણે પૂછ્યું. તેમણે પણ ગંગા પૂર્વ દિશા તરફ વહેતી હોવાનું કહ્યું. આમ પાકી તપાસ કરીને તે ગુરુદેવ પાસે આવ્યો. તે કહ્યું, ગુરુદેવ ! મેં બરાબર તપાસ કરી છે. ગંગા પૂર્વ દિશા તરફ વહે છે છતાં આપ જે કહો તે પ્રમાણ” રાજાએ બન્નેની પાછળ ગુપ્તચરો મોકલેલા. તેમણે રાજાને આવીને બન્નેની પ્રવૃત્તિઓ કહી. રાજાએ સ્વીકાર્યું કે જૈન સાધુનો વિનય સર્વશ્રેષ્ઠ હોય છે. તે પ્રતિબોધ પામ્યો.
આમ જૈન સાધુનો વિનય સર્વશ્રેષ્ઠ હોવાથી આપણામાં તેવો વિનય લાવવા ઉદ્યમશીલ બનવું.
'ગુરુવિનયનું માહાસ્ય (૧) પુષ્પમાળામાં કહ્યું છે'अमयसमो नत्थि रसो, न तरु कप्पडुमेण परितुल्लो । विनयसमो नत्थि गुणो, न मणी चिंतामणिसरिच्छो ॥४०८॥'
અર્થ : જેમ અમૃત સમાન કોઇ રસ નથી, કલ્પવૃક્ષ સમાન કોઇ વૃક્ષ નથી, ચિંતામણિ સમાન કોઇ રત્ન નથી તેમ વિનય સમાન કોઇ ગુણ નથી. અર્થાત્ જેમ બધા રસોમાં અમૃત મુખ્ય છે, બધા વૃક્ષોમાં કલ્પવૃક્ષ મુખ્ય છે, બધા રત્નોમાં ચિંતામણિ મુખ્ય છે તેમ બધા ગુણોમાં વિનય મુખ્ય છે.
'चंदणतरुण गंधो, जुण्हा ससिणो सियत्तणं संखे । सहनिम्मियाइं विहिणा, विणओ य कुलप्पसूयाणं ॥४०९।।'
ગુરુ ભક્તિ