________________
' ગુરુ વિનયતા પ્રકારો
જેનાથી આઠ પ્રકારના કર્મો દૂર થાય તે વિનય, વિનય એટલે નમ્રભાવ. નદીનો પ્રવાહ મોટા પર્વતોને તોડી નાંખે છે, પણ નેતરની સોટીને તોડી શકતો નથી, કેમકે પર્વતો અક્કડ રહે છે અને નેતરની સોટી નમી જાય છે. તેમ જે વિનય કરે છે તે મોક્ષમાર્ગમાં ટકી જાય છે અને જે અક્કડ રહે છે તે મોક્ષમાર્ગમાંથી ફેંકાઈ જાય છે. વિનય કરનારો શીધ્ર મોક્ષમાં પહોંચી જાય છે. અભિમાન કરનારો સંસારમાં રખડતો થઇ જાય છે.
ગુરુનો વિનય અનેક રીતે થઇ શકે. શાસ્ત્રોમાં ગુરુવિનયના આઠ પ્રકાર બતાવ્યા છે. તે આ પ્રમાણે
(૧) અભ્યથાન : અભ્યત્થાન એટલે ઊભા થવું. ગુરુ આપણી નજીક આવે ત્યારે કે ગુરુના દર્શન થાય ત્યારે ઊભા થવું. ગુરુ ઊભા હોય અને આપણે બેઠા હોઇએ એ અવિનય છે. ગુરુ આપણા આસને આવે ત્યારે પણ ઊભા થવું. ગુરુ આપણને કંઇ પૂછે કે આપણી સાથે કંઇ વાતચીત કરે ત્યારે આપણા આસનેથી ઊભા થઇ તેમની પાસે જઇને જવાબ આપવો કે વાતચીત કરવી, આપણા આસન ઉપર બેસીને નહી.
(૨) અંજલિબંધઃ ગુરુને કંઇ પૂછવું હોય, કંઇ કહેવું હોય ત્યારે બે હાથ જોડી મસ્તકે અંજલિ કરીને પછી પૂછવું કે કહેવું.
(૩) આસનપ્રદાન : ગુરુને બેસવા માટે આસન આપવું.
(૪) અભિગ્રહઃ ગુરુના આવશ્યક કાર્યોને કરવાનો નિશ્ચય કરવો અને સાક્ષાત્ તે કાર્ય કરવું.
(૫) કૃતિકર્મ સૂત્રના અર્થનું શ્રવણ કરવું વગેરે પ્રસંગે ગુરુને વંદન કરવું.
(૬) શુશ્રુષાઃ ગુરુની બહુ નજીકમાં ન રહેવું અને બહુ દૂર ન રહેવું. એ રીતે મર્યાદાથી વિધિપૂર્વક ગુરુની સેવા કરવી.
(૭) અનુગમનઃ ગુરુ આવતા હોય ત્યારે સામે લેવા જવું. ગુરુ આવતા હોય ત્યારે અન્ય કાર્યો ગૌણ કરીને એમને સામે લેવા જવું જોઇએ. તેમાં સમય બગડતો નથી પણ સમયનો સદુપયોગ થાય છે. ગુરુ આવે છે એવી ખબર પડ્યા પછી સામે લેવા ન જઇએ તો ઉપેક્ષાકૃત અનાદર થાય છે.
ગુરુ ભક્તિ