________________
(૮) સંસાધન ઃ ગુરુ જતા હોય ત્યારે વળાવવા જવું જોઇએ. તેની પણ ઉપેક્ષા ન કરવી. બીજી રીતે ગુરુવિનયના પાંચ પ્રકાર છે.
(૧) ભક્તિઃ ગુરુની ભક્તિ કરવી. ભક્તિ એટલે નમસ્કાર કરવો, સેવા કરવી, આસન આપવું, વિહારમાં ઉપધિ ઉચકવી, ગોચરી-પાણી લાવીને વપરાવવા, કાપ કાઢવો, વહોરાવવું, શારીરિક શુશ્રુષા કરવી, સામે લેવા જવું, વળાવવા જવું વગેરે બાહ્ય સેવા.
(૨) બહુમાન : ગુરુ પ્રત્યે હૃદયમાં બહુમાન પ્રગટાવવું. બહુમાન એટલે મનમાં ઘણી પ્રીતિ થવી, દર્શન થવાથી જ શ્રેષ્ઠ આનંદ થવો.
(૩) વર્ણવાદ કરવા ગુરુની પ્રશંસા કરવી, ગુણાનુવાદ કરવા. વર્ણવાદ કરવાથી સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે
"पंचहिं ठाणेहिं जीवा सुलहबोहिताए कम्मं पकरंति, तं जहा-अरहंताणं वण्णं वयमाणे, अरहंतपन्नतस्स धम्मस्स वण्णं वयमाणे, आयरियउवज्झायाणं वण्णं वयमाणे, चाउव्वण्णस्स संघस्स वण्णं वयमाणे, विविक्कतवबंभचेराणं देवाणं वण्णं वयमाणे ।"
અર્થઃ પાંચ સ્થાનો (કારણો) વડે જીવો સુલભબોધિપણાનું કર્મ બાંધે છે. તે આ પ્રમાણે-અરિહંતોની પ્રશંસા કરવાથી, અરિહંતોએ કહેલા ધર્મની પ્રશંસા કરવાથી, આચાર્ય-ઉપાધ્યાયની પ્રશંસા કરવાથી, ચતુર્વિધ સંઘની પ્રશંસા કરવાથી, એકાંતમાં તપ અને બ્રહ્મચર્ય પાળીને દેવો થયેલાની પ્રશંસા કરવાથી.” ગુરુના ગુણાનુવાદ કરવાથી એ ગુણો આપણામાં આવે છે, લોકોમાં ગુરુનું મહત્ત્વ સ્થાપિત થાય, લોકોને ગુરુ પ્રત્યે અહોભાવ થાય છે, લોકો ગુરુનો સત્સંગ કરી આત્મકલ્યાણ કરે છે. આ બધો લાભ ગુણાનુવાદ કરનારને મળે છે.
(૪) અવર્ણવાદનો નાશ કરવો ઃ કોઇ ગુરુની નિંદા કરતું હોય તો તેને અટકાવવો. જિનશાસનની હલના થાય તેવું કોઇ અકાર્ય ગુરુથી થયું હોય તો તે છુપાવવું, જાહેર ન કરવું, ગુપ્ત રીતે તેનું નિરાકરણ કરવું. ઉપદેશમાળામાં કહ્યું છે કે,
"साहूण चेइयाण य, पडिणीयं तह अवण्णवायं च | जिणपवयणस्स अहियं, सव्वत्थामेण वारेइ ।।२४२।।"
અર્થ : “સાધુઓ અને ચૈત્યોના દુશ્મનને અને જિનશાસનનું અહિત કરનારી નિંદાને સર્વ શક્તિથી અટકાવે. સમર્પણમ્