________________
'ગુરુવંદનના પ્રકારો
ગુરુવંદનના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે - (૧) ફેટાવંદન, (૨) થોભનંદન અને (૩) દ્વાદશાવર્તવંદન. (૧) ફેટાવંદન - હાથ જોડી - જરાક માથુ નમાવી નમસ્કાર કરવા તે -
(બે ઢીંચણ, બે હાથ અને મસ્તક-એમાંથી એક, બે, ત્રણ કે ચાર અંગો વડે) નમસ્કાર કરે તે ફેટાવંદન છે.
ફેટાવંદન સંઘમાં પરસ્પર કરાય છે, એટલે કે સાધુ-સાધુએ પરસ્પર કરવું, સાધ્વી-સાધ્વીએ પરસ્પર કરવું, શ્રાવક-શ્રાવકે પરસ્પર કરવું અને શ્રાવિકાશ્રાવિકાએ પરસ્પર કરવું, અથવા શ્રાવક સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાને ફેટાવંદન કરે, શ્રાવિકા સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાને ફેટાવંદન કરે, સાધ્વી સાધુસાધ્વીને ફેટાવંદન કરે અને સાધુ સાધુને ફેટાવંદન કરે.
રસ્તામાં મળે ત્યારે નાના-મોટા સાધુઓ એક-બીજાને “મર્થીએણ વંદામિ' કહે તે ફેટાવંદન.
ગોચરીથી આવીને પોતાના ઉપાશ્રયમાં પેસતાં બધા સાધુઓને ઉદ્દેશીને “નિસાહિ નમો ખમાસમણા' કહેવાય છે અને પછી આચાર્ય કે વડિલ પાસે જઇને “મથએ વંદામિ' કહેવાય છે તે ફેટાવંદન છે. ગોચરી સિવાય પણ પોતાના ઉપાશ્રયમાં પેસતા વડિલોને “નમો ખમાસમણા” અને બાકીના સાધુઓને “મર્થીએણ વંદામિ' કહેવાય છે તે ફેટાવંદન છે.
વંદન કરતા નાના સાધુ-સાધ્વી વગેરેને વંદન લેનાર રત્નાધિક સાધુ વગેરે સામું જે “મર્થીએણ વંદામિ' કહે છે તે ફેટાવંદન છે.
મકાનમાંથી બહાર જતી વખતે વડિલને મત્યએણ વંદામિ' કહેવું તે ફેટાવંદન છે.
બહાર જવા સાથે નીકળેલ સાધુઓથી છૂટા પડતા કે પછી સાથે ભેગા થતા “મFએણ વંદામિ' કહેવું તે ફેટાવંદન છે.
આ રીતે સાધ્વીઓએ સાધ્વી માટે સમજવું. સાધ્વીઓએ રસ્તામાં સાધ્વીઓને “મર્થીએણ વંદામિ' કરવું પણ કોઇપણ સાધુને કરવાનું હોતું નથી. તેમ સાધુએ રસ્તામાં સાધ્વીને “મર્થીએણ વંદામિ' કરવાનું હોતું નથી.
સાધ્વીઓ પર્વતિથિએ કે વાચના વખતે વંદન કરે ત્યારે વડિલને પહેલા
હું ૨૦
ગુરુ ભક્તિ