________________
(૩૦) મૂક - મૂંગાની જેમ આલાવાનો ઉચ્ચાર કર્યા વિના મનમાં વિચારીને વંદન કરવું તે.
(૩૧) ઢઢર - ઘણા મોટા અવાજે વંદનના આલાવા બોલી વંદન કરવું તે.
(૩૨) ચૂડલિક - ચૂડલિક એટલે બળતું ઉંબાડિયું. જેમાં બાળકો બળતાં ઉંબાડિયાને છેડાથી પકડીને ગોળ ભમાવે છે તેમ રજોહરણને છેડાથી પકડીને વંદન કરવું તે, અથવા હાથ લાંબો કરીને વંદન કરું છું' એમ કહીને વંદન કરવું તે, અથવા હાથ લાંબો કરી ભમાવીને બધાને વંદન કરું છું' એમ કહીને વંદન કરવું તે.
માણસ ચોખ્ખા કપડા પહેરે છે. મેલા વસ્ત્રો એને ગમતા નથી. માણસ ભોજન પણ શુદ્ધ જ કરે છે, કાંકરીવાળું નહીં. તેમ ગુરુવંદન પણ ૩૨ દોષોથી રહિત વિશુદ્ધ જ હોવું જોઇએ. ગુરુવંદન એ ગુરુનો એક પ્રકારનો વિનય છે. ગુરુવંદનની ક્રિયા નાની છે. પણ જો એ વિશુદ્ધ રીતે કરવામાં આવે તો તેનું અગણિત ફળ મળે છે. ૩૨ દોષરહિત ગુરુવંદન કરનાર શીધ્ર નિર્વાણ પામે છે અથવા વૈમાનિક દેવ થાય છે. માટે વંદન કરતી વખતે ઉપર કહેલા ૩૨ દોષો ટાળવા.
સમર્પણામ
૩૩
૩૩