________________
(૫) ૧૧મી આશાતના ઇરિયાવહિયા વગેરે ક્રિયા પહેલા કરવા સંબંધી છે. (૬) ૧૨મી અને ૧૯મી આશાતનાઓ ગુરુના પ્રશ્નનો જવાબ ન આપવા સંબંધી છે.
(૭) ૧૩મી થી ૧૭મી આશાતનાઓ ગૃહસ્થની સાથે વાતચીત કરવી, ગોચરી આલોવવી, બતાવવી, આપવી, નિમંત્રવી સંબંધી છે.
(૮) ૧૮મી આશાતના પોતે સારી ગોચરી લેવા સંબંધી છે. (૯) ૨૦મી થી ૨૩મી આશાતનાઓ ગુરુ સાથે બોલવા સંબંધી છે. (૧૦) ૨૪મી આશાતના હિતશિક્ષામાં સામા આક્ષેપ સંબંધી છે. (૧૧) ૨૫મી થી ૨૯મી આશાતનાઓ ગુરુની ધર્મકથા સંબંધી છે.
(૧૨) ૩૦મી અને ૩૧મી આશાતનાઓ ગુરુના સંથારા વગેરેને પગ લાગવો, વાપરવા વગેરે સંબંધી છે.
(૧૩) ૩૨મી અને ૩૩મી આશાતનાઓ ગુરુ કરતા ઊંચા કે સમાન આસન વગેરે વાપરવા સંબંધી છે.
આના ઉપરથી તારણ કરી શકાય કે ગુરુની આશાતના આવી રીતે
થાય છે.
(૧) ગુરુની અતિ નજીક રહેવાથી,
(૨) ગુરુની સમાન કે વધુ મોભાથી રહેવાથી,
(૩) ગુરુની વસ્તુને પગ વગેરે અડાડવાથી કે વા૫૨વાથી,
(૪) ગુરુ કરતા પહેલા ક્રિયા કરવાથી કે પૂર્ણ કરવાથી,
(૫) લાવેલ વસ્તુ વગેરે ગુરુને જણાવ્યા વિના, પૂછ્યા વિના બીજાને બતાવવા વગેરેના વ્યવહારથી, સારા-ખરાબ સમાચાર ગુરુ પહેલા બીજાને જણાવવાથી,
(૬) ગુરુ બોલાવે ત્યારે જવાબ ન આપવાથી કે તોછડાઇવાળો જવાબ આપવાથી,
(૭) ગુરુ સાથે કઠોર, નિઃસ્નેહ વાણીનો વ્યવહાર કરવાથી, (૮) ગુરુના બીજાની સાથેના વ્યવહારમાં, દેશના વગેરેમાં દખલ
બીજી રીતે ગુરુની સંક્ષેપમાં ત્રણ પ્રકારની આશાતનાઓ છે.
કરવાથી...
૪૦
ગુરુ ભક્તિ