________________
આશાતના કરવી તે. દા.ત. ગુરુનું મન દુભાય તેવી પ્રવૃત્તિ કરવી, ગુરુની ઇચ્છાથી વિરૂદ્ધ પ્રવૃત્તિ કરવી, ગુરુની ઇચ્છા પૂરી ન કરવી, ગુરુ વડે કરાતી માનસિક આરાધનામાં કાયાથી અંતરાય કરવો વગેરે.
(૮) કાયિક વાચિક આશાતના : આપણી કાયાથી ગુરુના વચનની આશાતના કરવી તે દા.ત. ગુરુવચનનું પાલન ન કરવું, ગુરુનું કહ્યું ન કરવું, ગુરુ કહે તેથી વિપરીત કરવું, ગુરુના પ્રવચન-વાચના વગેરેમાં કાયાથી અવરોધ કરવો ! કાયાથી પ્રવચન-વાચના વગેરેમાં હાજર ન રહેવું વગેરે.
(૯) કાયિક કાયિક આશાતના : આપણી કાયાથી ગુરુની કાયાની આશાતના કરવી તે. દા.ત. ગુરુને પગ કે શરીર અડાડવા, મારવા, હણવા, પાડવા, શારીરિક પીડા ઉપજાવવી, અથડાવું, ગોચરી-પાણી ન વપરાવવા કે જેવા તેવા વપરાવવા, કાપ ન કાઢવો, સેવા ન કરવી, ગુરુ વડે કરાતી કાયિક આરાધનામાં કાયાથી ખલેલ કરવી વગેરે.
ગુરુની સર્વ પ્રકારની આશાતના ટાળવી. ગુરુ માટે એવો વિચાર પણ ન કરવો કે (૧) ગુરુ મહારાજ તો ચાર દિવાલની વચમાં રહેનારા, તેમને બહારના આગળ વધેલા જમાનાની શી ખબર પડે ? (૨) ગુરુ મહારાજ તો સંસાર છોડી બેઠા એટલે કહે, પણ આજે આપણે કેટલી ઉપાધિ છે એની એમને શી ખબર પડે ? (૩) એ સાધુ એટલે તો એમજ કહે ને ? આપણે આપણું જોવાનું. આવા વિચારો કરવાથી ગુરુ ભગવંતને ભલાભોળા, સમયના અજાણ અને મૂર્ખ જેવા માન્યા, એમના કહેવા તરફ અનાદર સૂચવ્યો.
ગુરુ ભગવંતને રોફથી, ઠસ્સાથી વંદન ન કરવા.
ગુરુ ભગવંત સાથે વાત કરતી વખતે એમના વડા સલાહકાર તરીકે વાત ન કરવી.
ગુરુ ભગવંતને ઠપકો ન આપવો.
ગુરુ ભગવંતને ખીસામાં ન રાખવા. આપણું કહ્યું એમણે માનવું જ પડે એવો વ્યવહાર ન રાખવો. આપણું કાર્ય તેમની પાસે ન કરાવવું. આપણી વાત તેમની પાસે ન મનાવવી.
ગુરુ ભગવંતને ઘરના નોકર-ચાકરો પાસે ન વહોરાવવું, જાતે જ વહોરાવવું.
1. “સાધુ એટલે ઠીક મારા ભાઇ”, “સાધુ બહુ નિષ્ક્રિય છે, સમાજને બહુ
સમર્પણ