________________
'ગુરુની આશાતના
આશાતના એટલે ગુરુ પ્રત્યેનો અવિનય. સામાન્યથી ગુરુની આશાતનાઓ તેંત્રીસ પ્રકારની છે. તે આ પ્રમાણે -
(૧) પુરોગમન - કારણ વિના ગુરુની આગળ ચાલવું તે. કીડી વગેરે જોવા, માર્ગ બતાવવા વગેરે માટે આગળ ચાલે તો જયણા સમજવી.
(૨) પક્ષગમન - ગુરુની બે બાજુમાંથી કોઇ પણ બાજુમાં સાથે ચાલવું તે.
(૩) આસગમન - ગુરુની પાછળ અતિનજીકમાં ચાલવું તે. તેનાથી પગ અથડાય, શ્લેખ લાગે, વાયુ લાગે વગેરે આશાતના થાય. માટે જેટલા પાછળ રહેવાથી આવી આશાતના ન થાય તે રીતે ચાલવું.
(૪) પુરસ્થાન - ગુરુની આગળ ઊભા રહેવું તે.
(૫) પક્ષસ્થાન - ગુરુની બે બાજુમાંથી કોઇ પણ એક બાજુમાં ઊભા રહેવું તે.
(૬) આસન્નસ્થાન - ગુરુની પાછળ અતિનજીકમાં ઊભા રહેવું તે. (૭) પુરોનિષાદન - ગુરુની આગળ બેસવું તે.
(૮) પક્ષીનિષીદન - ગુરુની બે બાજુમાંથી કોઇ પણ એક બાજુમાં બેસવું તે.
(૯) આસનિષદન - ગુરુની પાછળ અતિનજીકમાં બેસવું તે.
(૧૦) આચમન - ગુરુની સાથે અંડિલ ગયેલો શિષ્ય ગુરુની પહેલા હાથ-પગની શુદ્ધિ કરે તે, વાપરતી વખતે ગુરુની પહેલા મુખ વગેરેની શુદ્ધિ કરવી તે.
(૧૧) આલોચન - બહારથી ઉપાશ્રયે ગુરુની સાથે પાછા આવ્યા પછી ગુરુની પહેલા ઇરિયાવહિયા કરવી તે.
(૧૨) અપ્રતિશ્રવણ - રાત્રે ગુરુ પૂછે, “કોણ જાગે છે ? કોણ સૂતું છે ?' ત્યારે શિષ્ય જાગતો હોવા છતાં જાણે સાંભળતો ન હોય તેમ જવાબ ન આપે તે. ' (૧૩) પૂર્વાલાપન - બહારથી આવેલા ગૃહસ્થ વગેરેની સાથે ગુરુની પહેલા પોતે વાતચીત કરવી તે. સમર્પણમ્
૩૭