________________
વંદન કરીને ગુરુવંદનની વિધિ સાચવવી. ગુરુવંદન કરવાથી નવા નવા મહાત્માઓનો પરિચય થાય, તેમના ગુણો જાણવા મળે, તે ગુણો જીવનમાં ઉતારવાનું થાય, તેમના ગુણોની અનુમોદનાનો લાભ મળે, તેમને કંઇ જરૂરિયાત હોય તો તેમની ભક્તિનો લાભ મળે, તેમને ગોચરી-પાણી વહો૨વા પધા૨વાની વિનંતિ થાય, તેમની પાસે જ્ઞાનનો અભ્યાસ થાય, તેમના સત્સંગથી વૈરાગ્ય વધે વગેરે અગણિત લાભો થાય છે. ઉપાશ્રયમાં બિરાજમાન માત્ર મુખ્ય મહાત્માને વંદન કરીને રવાના ન થવું, પણ બધા મહાત્માઓને વંદન કરવું. કોઇક મહાત્મા તપસ્વી હોય, કોઇક મહાત્મા જ્ઞાની હોય, કોઇક મહાત્મા પ્રભુભક્ત હોય, કોઇક મહાત્મા વૈયાવચ્ચી હોય. આમ વિવિધ મહાત્માઓ વિવિધ ગુણોના સ્વામી હોય. તેમને વંદન કરવાથી તે બધા ગુણો આપણામાં આવે.
નહી.
ગુરુથી કેટલે દૂર રહેવું ?
રજા ન લીધી હોય તો
ગુરુથી સાધુએ સાડા ત્રણ હાથ દૂર રહેવું. ગુરુથી શ્રાવકે સાડા ત્રણ હાથ દૂર રહેવું. ગુરુણીથી સાધ્વીએ સાડા ત્રણ હાથ દૂર રહેવું. ગુરુણીથી શ્રાવિકાએ સાડા ત્રણ હાથ દૂર રહેવું. ગુરુથી સાધ્વીએ તેર હાથ દૂર રહેવું. ગુરુથી શ્રાવિકાએ તેર હાથ દૂર રહેવું. ગુરુણીથી સાધુએ તેર હાથ દૂર રહેવું. ગુરુણીથી શ્રાવકે તેર હાથ દૂર રહેવું.
આ સાડા ત્રણ હાથ કે તે૨ હાથની મર્યાદા અવગ્રહ કહેવાય છે. આ અવગ્રહમાં ગુરુ કે ગુરુણીની રજા લીધા વિના પ્રવેશ કરી શકાય
અવગ્રહમર્યાદાના પાલનથી ગુરુનું સન્માન સચવાય છે, ગુરુની આશાતના ટળે છે, પોતાના શીલ-સદાચાર સારી રીતે સચવાય છે વગેરે અનેક લાભો થાય છે.
સમર્પણમ્.
૩૫