________________
ગુરુવંદન કરવાથી થતાં લાભો અને ત
' કરવાથી થતાં નુકસાનો
ગુરુવંદન કરવાથી છ લાભ થાય છે – (૧) વિનયગુણ ઉત્પન્ન થાય છે. (૨) અભિમાનનો નાશ થાય છે. (૩) અભિમાનરહિત વિનીતપણે વંદન કરવાથી ગુરુની પૂજા (સત્કાર) થાય છે. (૪) જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે, કેમકે “વિનય એ ધર્મનું મૂળ છે” એવી જિનેશ્વર ભગવાનની આજ્ઞા છે. (૫) વંદન પૂર્વક જ શ્રુત ગ્રહણ કરાય છે. માટે વંદન કરવાથી શ્રુતની આરાધના થાય છે. (૬) ગુરુવંદનથી પરંપરાએ મોક્ષ થાય છે. - ગુરુવંદન ન કરવાથી છ નુકસાન થાય છે - (૧) અભિમાન થાય છે. (૨) અવિનય થાય છે. (૩) ખિસા એટલે નિંદા અથવા લોકનો તિરસ્કાર થાય છે. (૪) નીચગોત્ર કર્મ બંધાય છે. (૫) સમ્યકત્વની પ્રાપ્તિ થતી નથી. (૬) સંસારની વૃદ્ધિ થાય છે.
ગુરુ ભગવંત સમભાવમાં લીન હોય છે. વંદન કરનારા ઉપર ખુશ થઇને તેઓ તેને લાભ નથી કરતાં અને વંદન નહીં કરનારા ઉપર ગુસ્સે થઇને તેઓ તેને નુકસાન નથી કરતાં. વંદન કરનારને પોતાના શુભ ભાવથી જ ઉપર કહેલા છ લાભો થાય છે અને વંદન નહીં કરનારને પોતાના અશુભ ભાવથી જ ઉપર કહેલા છ નુકસાનો થાય છે. માટે ઉપાશ્રયમાં ગુરુ ભગવંત બિરાજમાન હોય ત્યારે અવશ્ય તેમને વંદન કરવા જવું. વંદન કરવામાં પ્રસાદ ન કરવો. જિનપૂજા ર્યા પછી ગુરુવંદન કરવા અવશ્ય ઉપાશ્રયે જવું. ઉપાશ્રયમાં મહાત્મા બિરાજમાન ન હોય તો છેવટે શ્રીગૌતમસ્વામીજીના ફોટાને પણ
૧ ૩૪
ગુરુ ભક્તિ