________________
કરવું તે. સ્વપ્રત્યય એટલે ગુરુએ શિષ્યને કહ્યું હોય તે, પપ્રત્યય એટલે ગુરુએ શિષ્યના મિત્ર વગેરેની આગળ શિષ્યને કહ્યું હોય તે.
(૧૦) વેદિકાબદ્ધ - વેદિકા એટલે હાથની રચના. બે હાથને બે ઢીંચણની ઉ૫૨ રાખવા, બે હાથને બે ઢીંચણની નીચે રાખવા, બે હાથને બે ઢીંચણની પડખે રાખવા, બે હાથને ખોળામાં રાખવા અને એક ઢીંચણને બે હાથની વચ્ચે રાખવો-આ પાંચ પ્રકારની વેદિકા છે. એ રીતે વંદન કરવું તે વેદિકાબદ્ધ દોષ છે.
(૧૧) ભજંત - ગુરુ મને ભજે છે - અનુસરે છે અને જો વંદન કરીને ખુશ કરીશ તો ભવિષ્યમાં પણ મને ભજશે એવા અભિપ્રાયથી વંદન કરવું તે, અથવા ‘હે ગુરુજી ! અમે આપને વંદન કરવા ઉભા છીએ' એમ કહી વંદન કરવું તે.
(૧૨) ભય વંદન નહી કરું તો ગુરુ મને સંઘ, કુળ, ગચ્છમાંથી કાઢી મુકશે, ઠપકો આપશે વગેરે ભયથી વંદન કરવું તે.
(૧૩) ગૌરવ - બધા સાધુઓ જાણે કે, ‘આ વ્યક્તિ વંદન વગેરે સામાચારીમાં કુશળ છે' એવા ગર્વથી આવર્ત વગેરે વિધિપૂર્વક વંદન કરવું તે. (૧૪) મૈત્રી – ‘આ મારા મિત્ર છે, અથવા થશે' એમ વિચારી વંદન
કરવું તે.
કરવું તે.
-
(૧૫) કારણ
વસ્ત્ર, પાત્રા સન્માન વગેરે માટે વંદન કરવું તે.
(૧૬) સ્ટેન - ‘વંદન કરવાથી બીજા જોનારાઓમાં મારી લઘુતા થશે’ એમ વિચારી ચોરની જેમ છૂપા રહીને વંદન કરવું તે, અથવા કોઇ જુવે ન જુવે તેમ ઉતાવળથી વંદન કરવું તે.
(૧૭) પ્રત્યેનીક - પૂર્વે કહેલા વંદનના અનવસરે વંદન કરવું તે. (૧૮) રુષ્ટ - ગુરુ ગુસ્સામાં હોય કે પોતે ગુસ્સામાં હોય ત્યારે વંદન
જ્ઞાન-દર્શન-ચારિત્રના લાભ સિવાયના યા લોકના
સમર્પણમ્
(૧૯) તર્જના - ‘હે ગુરુ ! લાકડાના શંક૨ની જેમ વંદન કરવાથી આપ ખુશ થતા નથી અને વંદન ન કરવાથી આપ ગુસ્સે પણ થતાં નથી. એટલે આપને વંદન કરીએ કે ન કરીએ બધું સરખું જ છે.’ એમ તર્જના કરીને
૩૧