________________
ન શા માટે કરવું ?
ગુરુવંદન કરવાના આઠ કારણો છે. તે આ પ્રમાણે -
(૧) પ્રતિક્રમણ કરવા માટે વંદન કરવું - પ્રતિક્રમણમાં ચાર વાર વાંદણા આવે છે તે પ્રતિક્રમણ માટેના વંદનરૂપ છે.
(૨) સ્વાધ્યાય માટે વંદન કરવું – ગુરુ પાસે વાચના લેતી વખતે ગુરુને સ્વાધ્યાય પ્રસ્થાપનાનું, પવેયણાનું અને પઠન બાદ કાળવેળાનું-એમ ત્રણ વાર વંદન કરવું.
(૩) કાઉસ્સગ્ન કરવા માટે વંદન કરવું - યોગોહનમાં આયંબિલ છોડી નવિનું પચ્ચખાણ કરવા માટેના કાઉસગ્ગ માટે રજા માંગતા પહેલા વાંદણા આપવા તે, નંદીસૂત્ર સાંભળવા અંગેના કાઉસ્સગની રજા માંગતા પહેલા વાંદણા આપવા તે, એ જ રીતે બીજા કાઉસ્સગ્ગો માટે પણ રજા માંગતા પહેલા વાંદણા આપવા તે કાઉસ્સગ્ગ માટેના વંદનરૂપ છે.
(૪) અપરાધ ખમાવવા માટે વંદન કરવું - ગુરુ પ્રત્યે થયેલા અપરાધને ખમાવવા માટે વંદન કરવું.
(૫) પ્રાપૂર્ણક (મહેમાન સાધુ)ને વંદન કરવું - બહારથી નવા મહેમાન સાધુ આવે તો ઉપાશ્રયમાં રહેલા નાના સાધુઓએ આચાર્ય કે રત્નાધિકને વંદન કરી તેમને પૂછીને નવા આવેલા મહેમાન સાધુને વંદન કરવું. આવનારા સાધુ નાના હોય તો તે જ ઉપાશ્રયમાં રહેલા મોટા સાધુઓને વંદન કરે.
(૬) આલોચના કરવા માટે વંદન કરવું - જેમને આલોચના આપવાની હોય અને જેમની પાસેથી પ્રાયશ્ચિત્ત લેવાનું હોય તેમને પહેલા વંદન કરવું. આલોચના-પ્રાયશ્ચિત્ત નાના સાધુ પાસે કરવાના હોય તો સ્થાપનાજીને વંદન કરવું અને તેમને વંદન રૂપે “મથએ વંદામિ' કહેવું.
(૭) પચ્ચખાણ લેવા માટે વંદન કરવું - પચ્ચખાણ લેતા પૂર્વે વંદન કરવું, નાનું પચ્ચખ્ખાણ (એકાસણા વગેરેનું) લીધા પછી મોટું પચ્ચ
દ્માણ (ઉપવાસ વગેરેનું) લેતા પૂર્વે વંદન કરવું, એકાસણા વગેરેમાં વાપર્યા પછી દિવસચરિમં પચ્ચખ્ખાણ લેતા પૂર્વે વંદન કરવું તે.
(૮) અનશન કરવા માટે વંદન કરવું - અનશન સ્વીકારતા પૂર્વે ગુરુવંદન કરવું.
આ આઠ કારણો ઉપલક્ષણરૂપ છે. તેથી કોઇપણ વિશેષ વાત પૂછવી કે કહેવી હોય તો વંદન કરીને પૂછવી કે કહેવી.
આ કારણો માટે ગુરુને વંદન કરવું. સમર્પણ