________________
માનસિક વગેરે તૈયારીવાળા ન હોય ત્યારે વંદન ન કરવું.
(૩) ગુરુ પ્રમત્ત હોય - ગુરુ નિદ્રામાં, કષાયના આવેશમાં, અપ્રશાંતતામાં અને મમત્વમાં હોય ત્યારે વંદન ન કરવું.
(૪)-(૫) ગુરુ આહાર-વિહાર કરતા હોય - ગુરુ આહાર-વિહાર (લઘુનીતિ, વડી નીતિ વગેરે) કરતા હોય કે કરવાની તૈયારીવાળા હોય ત્યારે વંદન કરવું.
આવા વખતે વંદન કરવાથી ધર્મકાર્યમાં અંતરાય થાય, ધર્મકાર્યનો નાશ થાય, વંદન પ્રત્યે લક્ષ્ય ન હોય, ગુસ્સો આવે, અપ્રશાંતતામાં વૃદ્ધિ થાય, અપ્રીતિ થાય, અવિનય થાય, આહાર-વિહાર-નિદ્રામાં અંતરાય થાય, નિહારનું અનિર્ગમન (લઘુનીતિ, વડી નીતિ બરાબર ઊતરે નહી) થાય વગેરે દોષો લાગે. માટે આવી પરિસ્થિતિમાં વંદન કરવું નહી.
નીચે કહેલા ચાર અવસરે વંદન કરવું -
(૧) ગુરુ પ્રશાંત હોય - ગુરુનું મન અન્ય કાર્યમાં વ્યગ્ર ન હોવાથી પ્રશાંત હોય ત્યારે વંદન કરવું.
(૨) ગુરુ આસન પર બેઠેલા હોય - ગુરુ ઊભા ન હોય, ચાલતા ન હોય, આહાર-વિહાર કરતા ન હોય અને કરવાની તૈયારીવાળા ન હોય, પોતાના આસન પર બેઠેલા હોય ત્યારે વંદન કરવું.
(૩) ગુરુ ઉપશાંત હોય - ગુરુ ગુસ્સા, નિદ્રા વગેરેમાં ન હોય ત્યારે વંદન કરવું.
(૪) ગુરુ ઉપસ્થિત હોય - ગુરુ વંદન સ્વીકારવાની અને વંદન વખતે શિષ્યને “છંદેણ” વગેરે વચનો કહેવાની તૈયારીવાળા હોય ત્યારે વંદન કરવું. વંદન કરનાર માટે જેમ ગુણીને વંદન કરવાની વિધિ છે તેમ વંદન લેનારની પણ ફરજ છે કે અતિમહત્ત્વનું કાર્ય કે વિશેષ વિક્ષેપ ન હોય તો સુખશાતાધર્મલાભ વગેરે જવાબ આપવો.
આવા અવસરે ગુરુની રજા લઇને વંદન કરવું. રજા વિના સામાન્ય રીતે કોઇ કાર્ય થાય નહી, તો વંદન તો ન જ થાય, માટે રજા લઇને વંદન
કરવું.
ગુરુ ભક્તિ