________________
‘મત્થએણ વંદામિ’ કહે તે ફેટાવંદન છે.
શ્રાવકોએ સાધુઓને અને શ્રાવિકાઓએ સાધ્વીઓને રસ્તામાં આ ફેટાવંદન કરવાનું હોય છે. શ્રાવકે સાધ્વીના ઉપાશ્રયમાં કારણે જાય ત્યારે તેમજ પોતાને ત્યાં વહોરવા આવ્યા હોય ત્યારે સાધ્વીજીને આ વંદન કરવાનું હોય છે. શ્રાવિકાએ સાધુ-સાધ્વીને પોતાને ઘરે વહો૨વા આવે ત્યારે આ વંદન કરવાનું હોય છે. શ્રાવક-શ્રાવિકા પરસ્પર એકબીજાને મળે ત્યારે પ્રણામ કે જય જિનેન્દ્ર કહે છે.
(૨) છોભવંદન – પાંચે અંગો ભૂમિને અડે તે રીતે ખમાસપણ આપવાપૂર્વક વંદન કરવું તે છોભવંદન છે. સામાચારીથી આ વંદન બે ખમાસમણ, ઇચ્છકાર, ખમાસમણ (પદસ્થ હોય તો ખમાસમણ આપવું, પદસ્થ ન હોય તો ખમાસમણ ન આપવું), અબ્દુટ્ઠિયો ને ઉપર ખમાસમણ દેવા રૂપ છે. થોભવંદન પણ કહેવાય છે.
આ
આ છોભવંદન સાધુઓ વિડલ સાધુઓને કરે, સાધ્વીઓ બધા સાધુઓને અને વડિલ સાધ્વીઓને કરે, શ્રાવકો સાધુઓને કરે અને શ્રાવિકા સાધુ-સાધ્વીને કરે.
રોજ પોતાના ઉપાશ્રયમાં રહેલા સાધુ કે સાધ્વીને એકવાર વંદન કરવું. અન્ય ઉપાશ્રયમાં રહેલા સાધુ કે સાધ્વીને પર્વતિથિએ વંદન કરવું. જેમ દૂત વંદન કરીને વાત જણાવે અને પછી જવાની રજા મળતા વંદન કરીને જાય તેમ ઇચ્છકાર પૂર્વે અને અબ્બુઢિઓ પછી ખમાસમણ છે. શ્રાવકોએ સાધ્વીઓને આ વંદન કરવાનું હોતું નથી.
(૩) દ્વાદશાવર્ત વંદન આ વંદન સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સાધુને કરે. નાના પર્યાયવાળા સાધુ મોટા પર્યાયવાળા સાધુને આ વંદન કરે. આ વંદનમાં વાંદણા સૂત્રમાં પોતાના હાથથી ગુરુના ચરણે અને પોતાના લલાટે સ્પર્શ કરતા બાર આવર્ત થાય છે. તેથી આ દ્વાદશાવર્તવંદન કહેવાય છે.
-
આ વંદનમાં ઇરિયાવહિ, ખમાસમણ, મુહપત્તિ, બે વાંદણા, ઇચ્છકાર, ખમાસમણ, અબ્યુટિયો, બે વાંદણા, બહુવેલના બે આદેશ આવે. મુખ્ય આચાર્ય કે પદસ્થ પાસે આ વંદનમાં લઘુ પ્રતિક્રમણ ભેગું કરીને વંદન કરવું, જે હાલમાં ‘રાઇમુહપત્તિ' તરીકે ઓળખાય છે. તેની
સમર્પણમ
૨૧