________________
વિધિ-ઇરિયાવહિ, ખમાસમણ, મુહપત્તિ, બે વાંદણા, રાઇઅં આલોઉં, સવ
સવિ, બે વાંદણા, ઇચ્છકાર, ખમાસમણ, અભુઢિઓ, બે વાંદણા, બહુવેલના બે આદેશ.
દ્વારિકા નગરીમાં નેમિનાથ ભગવાન પધાર્યા. કૃષ્ણમહારાજ પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુને વંદન કરીને તેમણે અઢાર હજાર સાધુ ભગવંતોને દ્વાદશાવર્ત વંદનથી વાંદ્યા. પછી પ્રભુ પાસે આવી તેઓ બોલ્યા, “પ્રભુ ! આજે થાકી ગયો.” પ્રભુએ કહ્યું, “આજે તારો થાક ઊતરી ગયો.” કૃષ્ણ પૂછ્યું, “શી રીતે ?' પ્રભુ બોલ્યા, “અઢાર હજાર સાધુઓને દ્વાદશાવર્ત વંદન કરવાથી તને ત્રણ લાભ થયા - (૧) તીર્થકર નામકર્મ બંધાયું, (૨) ક્ષાયિક સમ્યકત્વ મળ્યું અને (૨) તારી ચાર નરક તૂટી ગઈ, એટલે પહેલા તું સાતમી નરકમાં જવાનો હતો, હવે તારે ત્રીજા નરકમાં જવાનું છે.”
આમ દ્વાદશાવર્ત વંદનનો આવો અચિંત્ય મહિમા છે.
વંદન કરવાથી વંદનીયના ગુણોની અનુમોદના થાય છે અને એ ગુણો આપણામાં આવે છે. માટે ત્રણે પ્રકારના ગુરુવંદનમાં યથાશક્તિ અવશ્ય પ્રયત્નશીલ બનવું.
હું ૨૨
2
ગુરુ ભક્તિ