________________
મિથ્યાત્વ વગેરેના પાશ(જાળ)માં રહે તે પાર્શ્વસ્થ. તેમના બે પ્રકાર છે - (૧) સર્વપાર્શ્વસ્થ - સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્ચારિત્ર વિનાના, માત્ર વેષધારી હોય તે.
(૨) દેશપાર્શ્વસ્થ - કારણ વિના શય્યાતરપિંડ, અભ્યાદ્ભુતપિંડ, રાજપિંડ, નિત્યપિંડ, અગ્રપિંડ વાપરે, કુલનિશ્રાએ વિચરે, સ્થાપનાકુળોમાં પ્રવેશે, સંખડી (જમણવાર)માં ફરે, ગૃહસ્થની સ્તવના કરે તે.
શય્યાતરપિંડ – સાધુ મહારાજ જેના મકાનમાં ઊતર્યા હોય તેના ઘરના અન્ન વગેરે.
અભ્યાહતપિંડ – સાધુ મહારાજને વહોરાવવા માટે સામેથી ઉપાશ્રયમાં લાવેલું હોય તે.
રાજપિંડ
રાજાના ઘરના અન્ન વગેરે.
નિત્યપિંડ - નિત્ય એક ઘરેથી આહાર લેવો તે.
-
અગ્રપિંડ - ગૃહસ્થે પોતાની માટે આહાર કાઢ્યા પહેલા જ ભાત વગેરેનો પહેલો અગ્ર ભાગ ગ્રહણ કરવો તે.
ફુલનિશ્રા- પોતાના ભાવિત કરેલા અમુક ફુલોમાંથી જ આહાર લેવો તે. સ્થાપનાકુળ - ગુરુ વગેરેની વિશેષ ભક્તિ કરનારા કુળો. બન્ને પ્રકારના પાર્શ્વસ્થ સાધુઓ વંદન કરવાને યોગ્ય નથી. (૨) અવસન્ન - જે સાધુઓ સાધુસામાચારીમાં શિથિલ (ખેદવાળા) હોય તે અવસન્ન. તેમના બે પ્રકાર છે. -
૧) સર્વાવસત્ર - ઋતુબદ્ધપીઠલકનો ઉપભોગી હોય, સ્થાપનાપિંડને ગ્રહણ કરે અને પ્રાકૃતિકાભોજી હોય તે.
ૠતુબદ્ધપીઠફલકદોષ - ચોમાસામાં સંથારા માટે પાટ વગેરે ન મળે તો વાંસ વગેરેના ઘણા કકડાઓને દોરીથી બાંધી સંથારો કરવો પડે. પિòએ તેનું બંધન છોડી ફરી પડિલેહણ કરવું જોઇએ, તે કરે નહી. અથવા સૂવા માટે વારંવાર સંથારો કરે, અથવા સંથારો પાથરેલો રાખે અથવા ચોમાસા વિના શેષ કાળમાં પાટ-પાટલા વગેરે વાપરે.
સ્થાપનાપિંડ – સાધુ માટે રાખી મૂકેલા આહાર વગેરે.
પ્રાકૃતિકાદોષ – સાધુ મહારાજને વહોરાવવા માટે લગ્ન વગેરે પ્રસંગો
૨૪
ગુરુ ભક્તિ