________________
(૩) પાંચ ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખનારા, પાંચ વિષયોમાં રાગ-દ્વેષ નહીં કરનારા, પાંચ પ્રમાદોને ત્યજનારા,
પાંચ આસ્રવોને ત્યજનારા, પાંચ નિદ્રાઓને ત્યજનારા, પાંચ કુભાવનાઓને ત્યજનારા, અને છ કાયના જીવોની રક્ષા કરનારા
(૪) છ પ્રકારના વચનના દોષો જાણનારા,
છ પ્રકારની લેશ્યાઓ જાણનારા,
છ પ્રકારના આવશ્યકો જાણનારા,
છ પ્રકારના દ્રવ્યો જાણનારા, છ પ્રકારના દર્શનો જાણનારા અને
છ પ્રકારની ભાષા જાણનારા (૫) સાત પ્રકારના ભયો રહિત, સાત પ્રકારની પિંડૈષણાથી યુક્ત, સાત પ્રકારની પાનૈષણાથી યુક્ત, સાત પ્રકારના સુખોથી યુક્ત, અને આઠ પ્રકારના મદસ્થાનોથી રહિત. (૬) આઠ પ્રકારના જ્ઞાનાચારને પાળનારા, આઠ પ્રકારના દર્શનાચારને પાળનારા,
આઠ પ્રકારના ચારિત્રાચારને પાળનારા,
આઠ પ્રકારના આચારવાન્ વગેરે ગુણોથી યુક્ત અને ચાર પ્રકારની બુદ્ધિથી સમૃદ્ધ
(૭) આઠ પ્રકારના કર્મોને જાણનારા, યોગના આઠ અંગોને જાણનારા, આઠ મહાસિદ્ધિઓને જાણનારા, યોગની આઠ દૃષ્ટિઓને જાણનારા અને ચાર પ્રકારના અનુયોગમાં નિપુણ.
૧૨.
ગુરુ ભક્તિ