________________
(૨૫) એકવીસ શબલોને ત્યજનારા અને શિક્ષાશીલના પંદર સ્થાનોને સ્વીકારનારા. (૨૬) બાવીસ પરીષદોને સહન કરનારા અને અંદરની ચોદ ગાંઠોને ત્યજનારા. (૨૭) પાંચ વેદિકાદોષોથી રહિત પડિલેહણ કરનારા, છ દોષોથી રહિત પડિલેહણ કરનારા અને પચીસ પ્રકારનું પડિલેહણ કરનારા. (૨૮) સાધુના સત્તાવીસ ગુણોથી વિભૂષિત અને નવે કોટીથી શુદ્ધ આહાર વગેરે ગ્રહણ કરનારા. (૨૯) અઠ્યાવીસ લબ્ધિવાળા અને આઠ પ્રકારનું પ્રભાવકપણું કરનારા. (૩૦) ઓગણત્રીસ પ્રકારના પાપશુતોને વર્જનારા અને આલોચનાના સાત ગુણોને જાણનારા. (૩૧) ત્રીસ પ્રકારના મોહનીયના બંધસ્થાનોને વર્જનારા અને અંદરના છ દુશ્મનોને નિવારનારા. (૩૨) સિદ્ધોના એકત્રીસ ગુણો કહેનારા અને પાંચ જ્ઞાનોને કહેનારા. (૩૩) બત્રીસ પ્રકારના જીવોની રક્ષા કરનારા અને ચાર પ્રકારના ઉપસર્ગોને જીતનારા. (૩૪) બત્રીસ દોષોથી રહિત વંદન કરવાને યોગ્ય અને ચાર પ્રકારની વિકથા વિનાના. (૩૫) તેત્રીસ આશાતનાઓ વર્જવાને યોગ્ય અને ત્રણ પ્રકારના વીર્યાચારને પાળનારા. (૩૬) ચાર પ્રકારની આઠ ગણિસંપદાઓથી યુક્ત અને ચાર પ્રકારના વિનયમાં પ્રવૃત્ત.
આચાર્યના ગુણોની છત્રીસ છત્રીસીઓ અહીં સંક્ષેપમાં કહી છે. તેમનું વિશેષ સ્વરૂપ જાણવાની ઇચ્છાવાળાએ ગુરુગુણષત્રિંશત્પત્રિશિકા ગ્રંથ, તેની સ્વોપજ્ઞ ટીકા, તેની અમે રચેલ ટીકા અને તેના ભાવાનુવાદ જોવા.
આમ આચાર્ય ભગવંત આટલા બધા ગુણરત્નોના ભંડાર છે. માટે આપણી માટે અવશ્ય પૂજ્ય છે. સમર્પણમ્