________________
(૮) નવ તત્ત્વને જાણનારા, બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન કરનારા, નવ પ્રકારના નિયાણા વિનાના અને નવકલ્પી વિહાર કરનારા. (૯) દસ પ્રકારના અસંવરથી રહિત, દસ પ્રકારના સંકુલેશથી રહિત, દસ પ્રકારના ઉપઘાતથી રહિત અને હાસ્ય વગેરે છ થી રહિત. (૧૦) દસ પ્રકારની સામાચારી પાળનારા, દસ પ્રકારના ચિત્તસમાધિસ્થાનોને પાળનારા અને સોળ પ્રકારના કષાયોને ત્યજનારા (૧૧) દસ પ્રકારના પ્રતિસેવા દોષોને જાણનારા, દસ પ્રકારના આલોચનાના દોષોને જાણનારા, ચાર પ્રકારની વિનયસમાધિને જાણનારા, ચાર પ્રકારની શ્રુતસમાધિને જાણનારા, ચાર પ્રકારની તપસમાધિને જાણનારા અને ચાર પ્રકારની આચારસમાધિને જાણનારા. (૧૨) દસ પ્રકારની વૈયાવચ્ચને કહેનારા, દસ પ્રકારના વિનયને કહેનારા, દસ પ્રકારના ધર્મને કહેનારા અને છ અકલ્યોને વર્જનારા. (૧૩) સમ્યકત્વની દસ પ્રકારની રુચિમાં નિપુણ, બાર અંગોમાં નિપુણ, બાર ઉપાંગોમાં નિપુણ, અને બે પ્રકારની શિક્ષામાં નિપુણ. (૧૪) શ્રાવકની અગ્યાર પ્રતિમાનો સારી રીતે ઉપદેશ આપનારા, શ્રાવકના બાર વ્રતોનો સારી રીતે ઉપદેશ આપનારા અને તેર ક્રિયાસ્થાનોનો સારી રીતે ઉપદેશ આપનારા.
સમર્પણમ્