________________
(૧૫) બાર પ્રકારના ઉપયોગને જાણનારા, દસ પ્રકારના પ્રાયશ્ચિત્તને આપવામાં હોંશિયાર, અને ચૌદ પ્રકારના ઉપકરણોને ધારણ કરનારા. (૧૬) બાર પ્રકારના તપમાં ઉદ્યમ કરનારા, સાધુની બાર પ્રતિમામાં ઉદ્યમ કરનારા, અને બાર ભાવનાઓમાં ઉદ્યમ કરનારા. (૧૭) ચોદ ગુણઠાણાઓને જાણનારા, પ્રતિરૂપ વગેરે ચૌદ ગુણોથી યુક્ત, અને આઠ પ્રકારના સૂક્ષ્મોનો ઉપદેશ આપનારા. (૧૮) પંદર પ્રકારના યોગને કહેનારા, પંદર પ્રકારની સંજ્ઞાઓને કહેનારા, ત્રણ ગારવનો ત્યાગ કરનાર અને ત્રણ શલ્યોને વર્જનારા. (૧૯) સોળ પ્રકારના ઉદ્ગમદોષથી રહિત આહાર કરનારા, સોળ પ્રકારના ઉત્પાદનદોષથી રહિત આહાર કરનારા અને ચાર પ્રકારના અભિગ્રહમાં તત્પર. (૨૦) સોળ પ્રકારના વચનોને જાણનારા, સત્તર પ્રકારના સંયમમાં ઉદ્યમવાળા અને ત્રણ પ્રકારની વિરાધના વિનાના. (૨૧) દીક્ષા માટે અયોગ્ય પુરુષના અઢાર દોષોને ત્યજનારા, અને અઢાર પાપDાનોને ત્યજનારા. (૨૨) અઢાર હજાર શીલાંગોને ધારણ કરનારા અને અઢાર પ્રકારના બ્રહ્મચર્યને પાળનારા. (૨૩) કાઉસ્સગ્નના ઓગણીસ દોષોને ત્યજનારા અને સત્તર પ્રકારના મરણનો ઉપદેશ આપનારા. (૨૪) વીસ અસમાધિસ્થાનોને ત્યજનારા, દસ એષણાદોષોને ત્યજનારા, પાંચ ગ્રામૈષણાદોષોને ત્યજનારા અને મિથ્યાત્વને ત્યજનારા.
૧૪
ઈ
ગુરુ ભક્તિ