________________
૨૮) ઉપનયનિપુણ - દૃષ્ટાંતથી બતાવાયેલા અર્થને પ્રસ્તુતમાં જોડવો તે ઉપનય. ઉપનય કરવામાં કુશળ હોય તે.
૨૯) નયનિપુણ - નયોમાં કુશળ હોય તે.
૩૦) ગ્રાહણાકુશલ - બીજાને સમજાવવામાં હોંશિયાર હોય તે. ૩૧) સ્વસમયવેત્તા - સ્વદર્શનને જાણે તે.
૩૨) પરસમયવેત્તા - ૫રદર્શનને જાણે તે.
૩૩) ગંભીર - જેમના હૃદયના ભાવને બીજા જાણી ન શકે તે. ૩૪) દીપ્તિમાન – જેમની પ્રતિભાને બીજા દર્શનવાલા સહન ન કરી શકે તે. ૩૫) શિવ - વિદ્યા-મંત્ર વગેરેના સામર્થ્યથી ઉપદ્રવ દૂર કરે તે. ૩૬) સૌમ્ય - જેઓ ચંદ્ર જેવા સૌમ્ય હોય તે.
ગુરુગુણષત્રિશત્મત્રિંશિકા ગ્રંથમાં ગુરુના ગુણોની છત્રીસ છત્રીસીઓ બતાવી છે. એટલે આચાર્યના ૧૨૯૬ ગુણ થાય. ગુરુના ગુણોની છત્રીસ છત્રીસીઓ સંક્ષેપમાં આ પ્રમાણે છે -
(૧) ચાર પ્રકારની દેશનાઓમાં નિપુણ બુદ્ધિવાળા, ચાર પ્રકારની કથાઓમાં નિપુણ બુદ્ધિવાળા,
ચાર પ્રકારના ધર્મમાં નિપુણ બુદ્ધિવાળા,
ચાર પ્રકારની ભાવનાઓમાં નિપુણ બુદ્ધિવાળા,
સારણા, વારણા, ચોયણા, પડિચોયણામાં નિપુણ બુદ્ધિવાળા અને ચાર પ્રકારના ચાર ધ્યાનોને જાણનારા. (કુલ ૧૬) એટલે કે ચાર પ્રકારના આર્તધ્યાન.
ચાર પ્રકારના રોદ્રધ્યાન
ચાર પ્રકારના ધર્મધ્યાન અને
ચાર પ્રકારના શુકલધ્યાનને જાણનારા. (૨) પાંચ પ્રકારના સમ્યક્ત્વમાં રત,
પાંચ પ્રકારના ચારિત્રમાં રત, પાંચ મહાવ્રતોમાં રત, પાંચ પ્રકારના વ્યવહારોમાં રત, પાંચ પ્રકારના આચારોમાં રત, પાંચ પ્રકારની સમિતિઓમાં રત, પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં રત, અને એક સંવેગમાં રત.
સમર્પણમ્
૧૧