________________
ગુરુના પ્રકારો જિનશાસનમાં ગુરુના મુખ્ય ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે - (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય અને (૩) સાધુ.
(૧) આચાર્ય – જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વર્યાચાર - આ પાંચ આચારોને જે સ્વયં પોતાના જીવનમાં પાળે અને બીજા પાસે પળાવે તે આચાર્ય. તીર્થંકર ભગવાનની ગેરહાજરીમાં આચાર્ય ભગવંતો જિનશાસનની ધુરાને વહન કરે છે. | ઉપદેશમાળામાં કહ્યું છે, 'कइयावि जिणवरिंदा, पत्ता अयरामरं पहं दाउं । आयरिओहिं पवयणं, धारिज्जइ संपर्य सयलं ||१२।।'
અર્થ - જિનેશ્વર ભગવંતો મોક્ષમાર્ગ બતાવીને ક્યારના ય મોક્ષમાં ગયા. હાલ આચાર્યો સંપૂર્ણ જિનશાસનને ધારણ કરે છે.
| તીર્થકર ભગવાનના વિરહમાં આચાર્ય ભગવંતો તીર્થકર સમાન છે. કહ્યું છે, “થિયરસમો સૂરી'.
અર્થ - આચાર્ય તીર્થકર સમાન છે.
આચાર્ય સૂરિ, મુનિપતિ, મુનિનાથ, મુનિનાયક, યતિપતિ, મુનિપ્રભુ વગેરે શબ્દોથી ઓળખી શકાય છે. તેઓ સૂરિમંત્રની સાધના કરે છે.
(૨) ઉપાધ્યાય - જેઓ સ્વયં ભણે અને બીજાને ભણાવે તે ઉપાધ્યાય. તેઓ યુક્તિઓ, હેતુઓ, દષ્ટાંતો વગેરે દ્વારા શાસ્ત્રીય પદાર્થો શિષ્યોને બરાબર સમજાવે છે. તેઓ તપ અને સ્વાધ્યાયમાં રત હોય છે. તેઓ શાસ્ત્રોના જાણકાર હોય છે. તેઓ વાચક, પાઠક, પંડિત વગેરે શબ્દોથી ઓળખાય છે.
(૩) સાધુ - જેઓ સંયમજીવનની સાધના કરે તે સાધુ.
જેઓ અન્ય સાધુઓને સહાય કરે તે સાધુ. જેઓ સંયમજીવનમાં આવતા કષ્ટો, ઉપસર્ગો અને પરીષહોને સહન કરે તે સાધુ. જેઓ ગુરુ અને અન્ય મહાત્માઓની સેવા કરે તે સાધુ. જેઓ પાંચ પ્રહરનો સ્વાધ્યાય કરે તે સાધુ. જેઓ ગુરુને સમર્પિત હોય તે સાધુ. --- જેઓ સમતા રાખે તે સાધુ.
સમર્પણમ્