________________
પ્રમાદ દ્વારા આપણું સંસારપરિભ્રમણ અટકી જાય છે. આમ ગુરુ અજ્ઞાનનો નાશ કરે છે અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે.
હ્રયોપનિષદ્ નામના ગ્રંથમાં કહ્યું છે,
`गुशब्दस्त्वन्धकारः स्यात्, रुशब्दस्तन्निरोधकः । अन्धकारनिरोधित्वाद्, गुरुरित्यभिधीयते ||४|| અર્થ - ‘ગુ’ એટલે અંધકાર. ‘રુ’ એટલે અંધકારને અટકાવનાર. તેથી જે અજ્ઞાનના અંધકારને અટકાવે છે તે ‘ગુરુ’ કહેવાય છે.
-
(૨) ગુરુ એ જીવંત પરમાત્મા છે હાલ આ ભરતક્ષેત્રમાં પાંચમા આરામાં જીવંત પરમાત્માનો આપણને વિયોગ છે. અહીં થયેલા પરમાત્માઓ મોક્ષમાં ગયા છે. મહાવિદેહ ક્ષેત્રમાં જીવંત પરમાત્મા છે પણ તે અહીંથી ઘણા દૂર છે. વળી અહીંથી ત્યાં અવર-જવર શક્ય નથી. મંદિરમાં રહેલા પરમાત્મા મૂર્તિરૂપે છે. તેથી જીવંત પરમાત્માના વિરહવાળા આ કાળ અને આ ક્ષેત્રમાં આપણા માટે ગુરુ એ જ જીવંત પરમાત્મા છે. જીવંત પરમાત્મા પ્રત્યે જેવા અહોભાવ, ભક્તિ, વિનય, બહુમાન વગેરે આપણે કરીએ તેવા જ અહોભાવ, ભક્તિ, વિનય, બહુમાન વગેરે ગુરુ પ્રત્યે પણ ક૨વા. ગુરુને સાક્ષાત્ પરમાત્મા માનનારને ભવાંતરમાં સાક્ષાત્ પરમાત્મા ગુરુ તરીકે મળે છે. પંચસૂત્રના ‘પ્રવ્રજ્યાપરિપાલનસૂત્ર' નામના ચોથા સૂત્રમાં કહ્યું છે,
'अओ परमगुरुसंजोगो, ततो सिद्धी असंसयं ।'
અર્થ - ગુરુબહુમાનથી પરમગુરુ (પરમાત્મા)નો સંયોગ થાય છે. તેથી નિશ્ચિત મોક્ષ થાય છે.
પરમાત્માના ભક્તિ-બહુમાનથી જે ફળ મળે છે તે જ ફળ ગુરુને ૫૨માત્મા માની તેમના ભક્તિ-બહુમાનથી મળે છે. ગુરુને સામાન્ય મનુષ્ય ન માનવા. ગુરુની સાથે સામાન્ય મનુષ્ય જેવો વ્યવહા૨ ક૨ના૨ો ગુરુની ઘો૨ આશાતના કરે છે અને તેના પરિણામે ભવાંતરમાં દુર્ગતિમાં જાય છે. કહ્યું છે, ‘પ્રતિમાને પથ્થર માનનારો, મંત્રને અક્ષર માનનારો અને ગુરુને મનુષ્ય માનનારો નરકમાં જાય.’
(૩) ગુરુ પરમાત્માના પ્રતિનિધિ છે ભારતના પ્રતિનિધિઓ અને અન્ય દેશના પ્રતિનિધિઓની મંત્રણા થાય ત્યારે ભારતના પ્રતિનિધિનું બહુ
ગુરુ ભક્તિ