________________
શ્રીત્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ, આ વખતે બહુ વર્ષાદ વરસવા લાગ્યો હતો જેથી સલકીના ગંધવડે અને હસ્તિઓના વનથી ઉત્પન્ન થએલા પવન વડે ચારે તરફથી હણાએલે તે મદેન્મત્ત હસ્તિ પોતાની વિંધ્યાટવીનું મરણ કરી દેડવા લાગ્યા. જો કે અનુચરે તેની પાછળ દોડયા પરંતુ તેને પકી શક્યા નહીં. એટલું જ નહીં પરંતુ તેઓની દ્રષ્ટિએ પણ ન આવે તેટલે દૂર જ રહ્યો. જેમ કુકમ વડે કરીને ચેતના સહિત જીવ વિષમસ્થાન પ્રત્યે ચડી જાય તેમ તે દુષ્ટ હસ્તિવડે પ્રિયા સહિત રાજા, વનમાં બહુ દૂર જતો રહ્યો. કેલના સમાન કેમલ શરીરવાલી અને ગર્ભયુક્ત રાણીની સાથે રાજાને પણ એ બલવંત હસ્તિ મહા અરણ્યમાં ખેંચી લાવ્યું. પછી સમ, વિષમ, ઉત્કૃષ્ટ દૂર અને નજીકના અનેક ભાને વિચાર કરતા એવા રાજાએ માર્ગમાં એક વડનું વૃક્ષ જોઈને કહ્યું કે “ હે ભદ્રે ! આ માર્ગમાં સામે પેલું વડનું વૃક્ષ આવે છે તેની શાખાઓ આપણે વળગી પડીએ.” એમ કહીને વડવૃક્ષ આવ્યું એટલે રાજા પોતે ચાતુરીથી તેને વળગી પડ્યો. રાણી તેમ ન કરી શકી તેથી હસ્તિ, તેણીને આગળ લઈ ગયે. રાજા વડવૃક્ષથી નીચે ઉતર્યો એટલામાં તેને બહુ હર્ષવાલું સર્વ સૈન્ય આવી મળ્યું. પછી પ્રિયાના વિયોગથી ગાઢ શેકવાલો તે રાજા ધીમે ધીમે પિતાની ચંપાપુરીને વિષે ગયે.
હવે જાણે સાક્ષાત દુષ્ટ કર્મજ હોયની ! એ તે દુષ્ટ હસ્તિ, તે રાણીને મનુષ્ય રહિત એવા મહા અરણ્યમાં લઈ આવ્યું. ત્યાં તૃષાથી આકુલ વ્યાકુલ થએલા આત્માવાલા અને તાપથી તપી રહેલા તે હસ્તિઓ, દિશાઓને જોતાં છતાં કઈ જલથી ભરપૂર તલાવ દેખી તેમાં પ્રવેશ કરવા માંડે. જલમાં પ્રવેશ:કરી સુંઢવતી જલને ઉડાડી દુનિ બનાવી દેતે એવો તે હસ્તિ આકૃતિ અને કાર્યથી-કર્મથી મેઘ સમાન દેખાવા લાગ્યું. પછી તૃષાથી આકુલ એ તે હતિ જેટલામાં અગાધ જલને વિષે જવા લાગ્યો તેટલામાં રાણી તેના ઉપરથી ધીમે નીચે ઉતરીને તલાવની બહાર આવી. એકતો હસ્તિથી ભય પામેલી અને બીજુ મહાભયંકર વનમાં આવેલી તે રાણી બહુ ખેદ પામતી છતી પિતાના મનમાં આ પ્રમાણે વિચાર કરવા લાગી. “ મનુષ્યના વિધિને ધિક્કાર હો ધિક્કાર હો ! જે વિધિ મોટા પુરૂને પણ કારણ વિના નિરંતર એંચિતી વિટંબના પમાડે છે. અરે તે હારું નગર ક્યાં ? તે હારે પ્રાણનાથ કયાં ? તે હારી લક્ષ્મી કયાં ? અને તે હારું સુખ કયાં? ખરે. પર દુષ્કર્મના વિપાકથી હારું તે સર્વ વૃથા થયું. હવે વિધિને ઠપકો આપવાથી શું ? અથવા કુકર્મની ચિંતાથી પણ શું ? આ વખતે તે પ્રાપ્ત થએલી આપત્તિની પ્રતિક્રિયા કરવામાં ઉત્સાહ રાખવો જોઈએ. અનેક હિંસક જીવથી ઉન્ન થએલી આપત્તિવડે કરીને કારણ વિના આ અતિ ભયાનક એવા ઘાટા વનમાં નિચે હારું અત્યુ થવાનું છે. તે પછી હમણું શા માટે પ્રમાદ કરું ? ” આ પ્રમાણે વિચાર રીને પછી ધીરજ આશ્રય કરી તે પદ્માવતીએ જાણે પોતાનું છેલ્લું કાર્ય હાયની