Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
પૂર્વ રંગ
સ્થાપિત કરેલ શ્રી સંઘને એટલે કે સાધુસંધ અને શ્રાવકસંઘને પરસ્પર સભાવભર્યો સંબંધ જોખમાઈ ન જાય એ માટે ખાસ વિચારીને કામ લેવું. જે સાધુસંમેલનના લાગતાવળગતાઓ આ બાબત તરફ આંખ મિંચામણા કરશે તે તેનું પરિણામ અતિકઠું આવશે. આ કારણથી મારી સાધુસંમેલનની પવિત્ર યોજના માટે યત્ન કરનારાઓ પ્રત્યે નમ્ર વિનંતિ છે કે તેઓ આ પ્રશ્નને ઉકેલ ખૂબ સાવધાનીથી કરે. આ પ્રશ્નો ઉકેલ લાવવામાં લૂખા શાસ્ત્રો કામ નહિ આવે, પ્રાચીન પુરુષનાં નામે કે તેમનાં કામેની લૂખી વાતે ય કામ નહિ આવે, પરંતુ પ્રાચીન પુરૂએ અર્થાત આચાર્યો અને શ્રાવકેએ વખતો વખત પરસ્પરને મીઠે સંબંધ વધારવા માટે એક બીજાનું ગૌરવ કેટલું વધાયું છે અને એક બીજાને મેભો જાળવવા કેટલી નમ્રતા અને કેટલી સરળતા દેખાડ્યાં છે, એ વિચારવું પડશે.
“આજે પાટણ અને જામનગરના શ્રી સંઘને અને અમુક મુનિવરને પરસ્પર સંબંધ જે રીતે કડવાશભર્યો બન્યા છે અને તે સાથે જે એક બીજા ગામના શ્રી સંઘે અને મુનિવરેને સંબંધ પણ આજે કડવાશમાં પરિણમતે જાય છે, આ બધાયનાં વાસ્તવિક કારણો તપાસી આ કડવાશનો અંત કેમ આવી શકે, એ વિચારવું અતિ આવશ્યક છે. સંમેલનના મૂળમાં આ પ્રશ્નના નિર્ણયને મુખ્યપણે અવકાશ વો જોઈએ જેથી જૈન શ્રીસંધનું ઐકય અવ્યવચ્છિન્નપણે જે રીતે ચાલ્યું આવ્યું છે, તેવું જ ચાલુ રહે.
પ્રાચીન કાળમાં જ્યારે જ્યારે આવા સંમેલને ભરાયાં છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org