Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
પૂર્વ રંગ
ઓ યુવાને! આજે તમારામાં યુવાનીનું ખમીર છે ? આ જમાને બુદ્ધિવાદનો છે. તમારા બાપદાદા અમુક કરતા હતા માટે જ તમારે એમ કરવું એમ રૂઢિના ગુલામ ન બનશે. હું તમને સંદેશ આપું છું કે કોઈ તમારા ભાષણો પર ટીકા કરે, તમારા વિચારો પર હુમલા કરે પણ જરાએ મચક ન આપશે. તમારે દરેકે આજે મારટિન લ્યુથર બનવાની જરૂર છે. એક બાજુ આખું યુરોપ થયું પણ તેણે શું જવાબ આપે ? “ભલે એક બાજું આખું જગત એક થઈ જાય પણ
જ્યાં સુધી મારા વિચારોનું યુકિત અને સિદ્ધાંતથી ખંડન કરવામાં નહિ આવે ત્યાં સુધી હું મારા વિચારે ફેરવીશ નહિ. એજ પગલે ચાલી તમે રૂઢિના ગુલામ ન બનતાં અંતઃકરણના અવાજને માન આપીને જ તમારું જીવન ઘડે !”
આજ દિવસે સાંજના સાડા સાતે અમદાવાદના શ્રીસંઘની સભા નગરશેઠના વડે મળી હતી. આ સભા શું કરશે તે પરત્વે કેટલુંક શંકાશીલ વાતાવરણ થવાથી જેનોની બેટી સંખ્યા ઉતરી પડી હતી. અને સભાનું કામ સાડા સાતને બદલે સાડા આઠ વાગે શરૂ થયું હતું. તે વખતે નગરશેઠ કસ્તુરભાઈએ ટૂંકું નિવેદન રજુ કર્યું હતું, જેમાં તેમણે કાર્યવાહીને હેવાલ જણાવ્યું હતું અને છાપાવાળાઓની ઉશ્કેરણીથી નહિ ભરમાવાની પણ સૂચના કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે તમારે જે કાંઇ પણ પૂછવું હોય તે મને પૂછી જજે ! આ સભામાં દહેગામ મંત્રણાને શ્રી વિજયનીતિસૂરિ તરફથી અગાઉ જણાવેલે પત્ર પણ વાંચવામાં આવ્યો હતો, જેની નકલ નીચે મુજબ છે. દહેગામ-મંત્રણાને પત્ર
“અમદાવાદના નગરશેઠે અમદાવાદના શ્રી સંધ તરફથી
૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org