Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ ઓગણત્રીસમો વાતાવરણ ફેલાયેલું જોઈ બધા જ દિગમૂઢ બની ગયા હતા અને શ્રી નગરશેઠ કસ્તુરભાઈ મણિભાઈ તથા શેઠ વિમળભાઈ માયાભાઈ; જેઓ એ બેઠકમાં શરૂઆતથી ભાગ લઈ રહ્યા હતા તે એમને વિનવવા લાગ્યા કે “મહારાજ આ શું કરે છે?
પણ શ્રી વિજયદાનસૂરિન મિજાજ શાંત પડતાં કેટલાક વખત વહી ગયો અને આખરે બધાએ તેમની આગળ “મિચ્છામિ દુક્કડ' મંગાવ્યો !
આ પછી બીજો પ્રશ્ન ઊભો થશે. શ્રી વિજયદાનસૂરિજીએ જણાવ્યું કે “અહીં થયેલા ઠરાવ પર હું રામવિજયજીને બતાવ્યા પછી રાહી કરીશ.”
(રામવિજય એટલે એમના શિષ્યના શિષ્ય, આવી બાલીશ દલીલ સાંભળી સહુ કેઇને રેષ થયા. આ ગરમાગરમ વાતાવરણ માંજ સહુ છુટા પડયા.)
એક બાજુ જ્યારે વિજયદાનસૂરિએ આ પ્રમાણે સભામાં અનિચ્છનીય વર્તન કર્યું ત્યારે પં૦ રામવિજયજીએ વિદ્યાશાળામાં પણ ખૂબ ઊભરે કાઢયો. વિદ્યાશાળાની પાટ ઉપરથી ભગવાન શ્રી મહાવીરના વચનામૃત સંભળાવવાને બદલે કેાઈ સંસારીને પણ શરમાવે તેમ બોલવા માંડ્યું.
એક સાધુ જેન તિને વધારે લઈને ફરિયાદ કરવા લાગ્યા કે “આ કેવું છપાય છે?” પછી પંન્યાસજી મહારાજે પિતાના હાથમાં ગ્રહણ કરી તેના ઉપર પિતાની લાક્ષણિક રેષભરી શૈલિનો ઉપયોગ કર્યો. ત્યાર બાદ એમ પણ બેલ્યા કે ગમે તે નિયમો કરે પણ કોણ માનવાનું હતું ?
૧૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org