Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
જનતાને અભિપ્રાય આવશ્યકતા હતી ? બેલીની પ્રથા શાસ્ત્રીય નથી. એ રિવાજ લેકેએ સગવડની ખાતર ઊભું કર્યો છે. એ લેકેની ઊભી કરેલી પ્રથા છે. પૂજા–ભક્તિ પહેલી ફેણ કરે, એ સવાલને અંગે ઝઘડા ન થાય એ માટે અને ઉપજને સારુ પણ બોલીને રિવાજ ચલાવવામાં આવ્યું છે. માટે બલીની ઉપજ દરેક ગામને સંધ પિતાના સગો વિચારી તદનુસાર પિતાને અનુકૂળ પડે તે ક્ષેત્રમાં લઈ જઈ શકે છે. પૂજાઆરતિ આદિ કોઈ પણ બોલીની ઉપજ ઉપર કોઈ પણ ચોક્કસ સિકકે લાગ્યો જ નથી, એ ધ્યાનમાં રાખવું જોઈએ. પછી પૂજા-આરતિ આદિની બેલીનું દ્રવ્ય “દેવદ્રવ્ય” જ ગણાય એમ કહેવું એ સરાસર ગલત છે. પૂજાભક્તિનું નિમિત્ત હેવા માત્રથી કઇ તેની બેલીનું દ્રવ્ય દેવદ્રવ્ય નથી થઈ જતું. પણ દેવને તેનું અર્પણ કરાવવાથી તે દેવદ્રવ્ય થાય છે. તેને દેવદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવવું કે ન ઠરાવવું એ સંધની મુખત્યારીની વાત છે. જે સ્થળમાં ત્યાને સંધ તેને દેવદ્રવ્યમાં લઈ જવાનું ઠરાવે ત્યાં તે દેવદ્રવ્ય ગણાય. અને જે સ્થળમાં ત્યાંને સંધ તેને બીજા ક્ષેત્રમાં લઈ જવાનું ઠરાવે ત્યાં તે, તે ક્ષેત્રનું થાય. આવશ્યક્તા અને પરિસ્થિતિ બદલાતી રહે છે; અને તનુસાર સમયપરત્વે પરિવર્તન થવું એ સ્વાભાવિક જ છે. એક સમયના સદે બાંધેલા રિવાજ હમેશાં બંધબેસતા જ રહે છે એવું કંઈ નથી. એટલે પૂર્વ કાળના રિવાજમાં સગાનુસાર યોગ્ય પરિવર્તન કરી શકાય છે. દેવને અપીએ, ચઢાવીએ તે તે દેવદ્રવ્ય છે, પણ બોલીનું દ્રવ્ય કંઈ દેવને અર્પતા નથી, તો પછી વગર અર્થે તે દેવદ્રવ્ય કેમ ગણાય? આશય પર બધો આધાર છે. મન્દિરમાં “થાળ” ચઢાવવાનું કહેતાં થાળગત ચીજો ચઢાવાય છે, પણ થાળ તે પાછા ઘરે લવાય છે. તે દેવદ્રવ્ય થતું નથી. આ વાત સાદી સમજનો
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org