Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah

View full book text
Previous | Next

Page 377
________________ સંમેલન પછીના બનાવો આ અંગે બે પક્ષે પડયા અને સાધુસંમેલન દ્વારા ઉપર ઉપરથી મન મળ્યાને જે દેખાવ થયો હત; તે પણ ભૂંસાઈ ગયે. તા. ૯-૮-૩૬ને રોજ નગરશેઠના વંડે શ્રી સંધની સભા મળી અને તેમાં જુના અને નવા વિચારવાળાઓ વચ્ચે સજજડ મારામારી થઈ. તેમાં ખાસડાં, છત્રી ને ઈટાનો પણ છુટથી ઉપયોગ થયો. બંને પક્ષના કેટલાયે માણસો ઘવાયા ને પોલીસપાટી આવ્યા પછી મામલે કાબૂમાં આવ્યો. નગરશેઠે કફોડી હાલત વચ્ચે ઠરાવ પસાર કરું છું તેવી જાહેરાત કરી સંતોષ માન્યો પણ તેમની એ જાહેરાતની કંઈ કિસ્મત રહી નહતી. સંઘની એ ગોઝારી સભા પૂર્ણ થયા પછી પાંજરાળમાં શ્રી વિજયનેમિસૂરિના ઉપાશ્રય આગળ મેટી મેદની જમા થઈ અને તેમાં તેમને વંદન ન કરવાનો, આહાર પાણી ન આપવાનો તેમજ માધુ તરીકે નહિ માનવાનો ઠરાવ થયો. જુનવાણી પક્ષમાં હાહાકાર મચી ગયો. તેમના ઉપાશ્રયે આરબેની ચકી બેઠી અને અમદાવાદના સંધનું નાક રખાવવા કેટલાક સ્થળેથી સંધ બહારના ઠરાવને ટકે મેળવવાના પ્રયત્નો થયા; પણ જેનેની સારી વસ્તીવાળાં શહેર તેમાં ન ભળ્યાં. શ્રી પરમાણંદને તેમજ તેમના વિચારને ઘણું સ્થળેથી ટેકે મળ્યો અને તેમના આદરસત્કાર કરવાની તૈયારીઓ ચાલી અમદાવાદ જૈન યુવક અમદાવાદને શ્રી સંધમાં કહેવાતા થયેલા કરાવને નિરર્થક બનાવવા શ્રી પરમાણંદને અમદાવાદમાં બેલાવી પ્રીતિભેજન આપવાનો ઠરાવ કર્યો અને તે મુજબ તા. ૬-૬-૩૬ને રોજ પ્રીતિબેજન આપવામાં આવ્યું, જેમાં લગભગ ૧૮૦૦ જેટલા માણસોએ ભાગ લીધો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392