Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
પશ્ચાદ્ અવલોકન અનુયાયીઓ જ અને ગુરુ મહારાજાઓ જ જે પિતાના ધર્મની બગડેલી પરિસ્થિતિ સુધારવા માટે ધ્યાન રાખે અને અનીતિ તથા ઉછુંખલતાના અંશો જે ઘુસી ગયા હોય, તેને દૂર કરવાનું કામ પિતે બજાવે તે રાજશાસનને દખલગીરી કરવાનો વખત શેનો આવે?
બધા ઠરાવો જેવાઈ ગયા. નથી એમાં દષ્ટિ વિચારણ, ઉદારતા કે સંસ્કૃતિ; છતાં એમાં શ્રેષ્ટ અને સુન્દર કોઈ વાત હોય તો તે એક સંપવૃદ્ધિની છે. સમેલને બીજું કશું જ કર્યું ન હતું અને આ એક જ ડરાવનું મજબૂત અને વ્યવસ્થિત બંધારણ ઘડ્યું હત; તે એટલા માત્રથી પણ સમેલનની બેઠક યશસ્વી અને પ્રશંસનીય બની જાત. એટલું જ નહિ, એણે શાસનની મોટી સેવા પણ બજાવી ગણાત. પરંતુ અયોગ્ય ઠરાવો કરીને ઉલટું વધારે ઉધું માર્યું છે. હું તે કહું છું કે સંપવૃદ્ધિને એક જ ઠરાવનું જે ટાઈમરાર પાલન થાય તે બહુ છે. એથી સમાજની ઘણું અશાતિ દૂર થશે અને ધર્મનું હિત સધાશે; પણ જ્યાં મનને મેલ હજુ એટલે જ વિદ્યમાન હોય ત્યાં સંપની વાત કેવી ?
“સમેલનની સ્થિતિને વિચાર કરતાં કોઈ પણ તટસ્થ દષ્ટિ એમ જ કહેશે કે સમેલને રૂઢિવીની અર્ચાનું જ કામ બજાવ્યું છે. પરંતુ નવયુગની સંસ્કારી હવા જ્યાં પ્રવે શવા પામી ન હોય, ત્યાંથી નૂતન ભાવનાની આશા પણ શી રખાય ? એક કદમ પણ આગળ વધવાને જેઓ અશક્ત હોય, જરા પણ સુધારાની વાત સાંભળતાં જેમને ચીઢ ચઢતી હોય તેવા સંકુચિત મનોદશાવાળા રૂઢિપૂજક વર્ગ તરફથી પ્રગતિના સંદેશ સાંભળવાની ઈ તેજારી રાખવી એ કેમ સફળ થાય ?
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org