Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
પશ્ચાદ્ અવલોકન
વર્તમાન સંમેલન પદ્ધતિ, જે અનેક પ્રયોગો પછી નિશ્ચિત થઈ છે, તેનું સામાન્ય સ્વરૂપ નીચે મુજબ હેય છે. (૧) જે સ્થળમાં સમેલન ભરવાને ઉત્સાહ હોય, તે
સ્થળવાળા આમંત્રણ આપે, ને તેનો સ્વીકાર થતાં
સ્વાગત–સમિતિની રચના થાય. (૨) સ્વાગત સમિતિ સંમેલન અંગે તમામ જાતની તૈયા
રીઓ કરે અને પિતાની અંદરથી હેદ્દેદારોની નિમણુંક
કરે. સંમેલનના પ્રમુખની ચૂંટણી પણ તે જ કરે. (૩) જે આ સંમેલન કેઈ પૂર્વસંમેલનના અનુસંધાનરૂપ
હોય, તો તેમાં કરેલા ધોરણ મુજબ સભ્ય ભાગ લઈ શકે, અન્યથા કેણ ભાગ લઈ શકશે, તેનું ધોરણ
નિશ્ચિત કરી જાહેરાત કરવામાં આવે. (૪) સંમેલન આગળ રજૂ કરવાના ઠરાવો નક્કી કરવા
માટે આગેવાનોની એક વિષયનિર્ણાયકસમિતિ મુકરર થાય અને સંમેલનના દિવસે અગાઉ તે પિતાના કાર્યને પ્રારંભ કરે. તે પિતાની બેઠકમાં રજૂ થતા તમામ ઠરાવની ચર્ચા કરે અને તેમાં જેટલા ઠરાવ પસાર
થાય, તે સંમેલનની જાહેર બેઠકમાં રજૂ કરવામાં આવે. (૫) સંમેલન તે ઠરાની ગ્યાયેગ્યતા ધ્યાનમાં લઈ
બહુમતીથી ઠરાવ પસાર કરે અથવા નાપસંદ કરે. (૬) સંમેલનમાં પસાર થયેલા ઠરાનો અમલ કરવા પ્રમુખ - તથા બીજા સભ્યોની કાર્યવાહક સમિતિ નીમાય.
એક તરફ કાર્યને સંપૂર્ણતાથી પાર પાડવા માટે સ્વીકારાયેલી આ પદ્ધતિ અને બીજી તરફ સાધુસમેલન અંગે ખાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org