Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
કાર્યવાહી સાડાચારસે સાધુઓ અને સાતસો સાધ્વીજીઓ, તેમજ અમદાવાદના હજારે શ્રાવક-શ્રાવિકા મળી ચતુર્વિધ શ્રીસંધના મેળાવડામાં શ્રી જિનેશ્વરદેવની સ્નાત્ર પૂજા પૂર્વક નગરશેઠ શ્રીમાન પ્રેમાભાઈ હેમાભાઈને વંડામાં અમદાવાદના શ્રીસંધ તરફથી તૈયાર કરાવેલ ભવ્ય મંડપમાં, બધા સાધુઓએ એકઠા મળી, પરસ્પર આનંદ, હર્ષ, સ્વાગતની સાથે વિચારવિનિમયની શરૂઆત કરી.
કેટલીક વાટાધાટ થયા પછી ત્રીસ મુનિઓનું એક મંડળ કાયમ કરવામાં આવ્યું, જે મંડળે જુદા જુદા પ્રશ્નોમાંથી ખાસ ચર્ચવા જેવા અગીઆર મુદ્દાઓ રાખ્યા.
અગીઆર મુદ્દાઓને કાચ ખરડે તૈયાર કરવા માટે એક જુદા ચાર મુનિઓની સમિતિ કાયમ કરી. સર્વાનુમતે અગીઆરે મુદ્દા એ સમિતિને સેંયા. સદર સમિતિએ પિતાનું યોગ્ય કાર્ય કરી ત્રીસની સમિતિમાં સોંપી દીધું.
ત્યારબાદ ત્રીસની સમિતિમાંથી જ સર્વાનુમતે નવ વૃહોને નિર્ણય કરવા કાચ ખરડ સોંપવામાં આવ્યો. તે એવી શરતે કે એ નવે વૃદ્ધો જે નિર્ણય સર્વાનુમતે આપે તે સર્વે મુનિએાએ માન્ય રાખવા. આ પછી એ નવ વૃદ્ધ મહાપુરુષો કે જેમની સહીઓ નિર્ણયના અંતમાં થયેલી છે, તેઓએ શાસ્ત્રોના વિધિ-નિષેધ કાયમ રાખી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને વિચારી જે નિર્ણયે આપ્યા છે, તે સર્વ મુનિ મહારાજાઓની સમક્ષ જાહેર કરવામાં આવે છે.
૧–દીક્ષા
૧. આથી સોળ વર્ષ સુધી માતાપિતાની અથવા જે
- ૨૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org