Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ ઓગણત્રીસમો બીજું એ સ્વપ્નાઓ ક્યા પ્રકારના દેવ છે કે જેના નિમિત્તે બેલાનું દ્રવ્ય દેવદ્રવ્ય કહી શકાય ? શું સ્વપ્નામાં ઉતરતાં બળદ, હાથી, સિંહ, ફૂલની માળાઓ, ધ્વજ, અગ્નિશિખા વગેરે આપણે દેવે છે ? - “અમે તે સ્વનાં ઉતારવાં પ્રતિક્રમણ નિમિત્તે ધી બોલવા ને એવી એવી વાણિયાશાહી વાતોને ધાર્મિક વાતે કઈ રીતે ગણવામાં આવે છે તે સમજી શક્તા જ નથી. જે કઈ મહાત્મા આનો શાસ્ત્રદૃષ્ટિએ ખુલાસે કરશે તો ઉપકાર થશે. બાકી પી છેસે ચલી આતી હૈ માટે ધર્મ !” એવી મૂર્ખ માન્યતા બધા આગળ સ્વીકારાવવાનો આગ્રહ હોય તે અમારે કાંઈ કહેવાનું નથી.
“અમને તે એક જ વસ્તુની દિલગીરી થાય છે કે અમૂલ્ય જૈન ધર્મ આ મહાત્માઓના હાથમાં આવી પડે છે ! જગતમાત્રના જીવને તારવાની તાકાત ધરાવનાર આ ધર્મની તેમણે શું દશા કરી છે તે જણાવવાની શું આજે જરૂર છે ?
અમારે એ મહાત્માઓને પડકાર છે કે મહેરબાની કરી તમે હવે તમારે દેવદ્રવ્ય બાબતનો વિતંડાવાદ પૂરો કરે. તમને દ્રવ્ય એકઠા કરવાના વિચારે સૂઝે છે પણ ખાઈ જનારને શિક્ષા કરવાના વિચાર સૂઝતા નથી. આ તમારી એક ભેદી રમત છે ને સમાજ તેને હવે બીલકુલ સાંખી લેવા તૈયાર નથી” (જેન જ્યોતિ ખાસ વધારે ૧૯, તા. ૩૧-૩-૩૪)
જેન તિના ઉપર મુજબના લેખ ઉપરથી છ છેડાઈ પડેલ વિજયદાનસુરિજીએ સાંભળવા મુજબ શ્રી વિજયનેમિસૂરિ તથા શ્રી સાગરાનંદસૂરિ આવી પહોંચતાં, તેમને પણ તે વાત જણાવી. પણ આ વાત સાંભળી તેઓએ ઠંડે કલેજે સાફ શબ્દમાં જણાવી દીધું કે “છાપાંઓની વાત માનવી જ
૧૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org