Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ ઓગણત્રીસમો વસ્ત્રો મળવાનાં જે વખતે સાંસા પડવા લાગ્યા હોય અને વિધવા બહેનોને દ્રવ્યના જ અભાવે શીયળવતે સાચવવાં પણ મુશ્કેલ થઈ પડ્યાં હેય; તે વખતે પણ ચોથા આરાની સાહ્યબી માણતા આ સાધુ મહાત્માઓને હીરાને મુગટનાં અને નીલમનાં બાજુબંધનાં સ્વપ્નાઓ દેખાય છે. વીતરાગ દેવની મૂર્તિ જે ભવ્ય અને શાંતસ્વરૂપવાળી હોય અને મનુષ્યને દર્શનમાત્રથી પવિત્રતાને સંદેશ આપનારી હોય; તેને આ મહાત્માઓએ તદન બેઢંગી બનાવી દીધી છે. એના પર જરૂર વિનાનાં ઘરેણુઓના ખડકલા થાય છે. એ વીતરાગના શરીર પર બેવકુફાઈના નમુના રૂપ અંગરખાની રચનાઓ થાય છે ને કાંડે ઘડિયાળો બંધાય છે. અરે! મૂર્ખતા તે ક્યાં સુધી કે જે કૈવલ્યદશાની મુદ્રાથી ભગવાન પૂજ્ય છે, તે કૈવલ્યદશાસૂચક હાથ પણ ઢંકાઈ જાય છે. પુષ્પાદિના આરંભ સમારંભની પણ અતિરેકતા થાય છે. આજની કોઈ પણ તટસ્થ વ્યક્તિને આંગી ચડાવેલી વીતરાગની માત અને વૈષ્ણવના ઠાકરછમાં મહત્વને ભેદ નહિ લાગે.
મૂર્તિઓની મહિમાને આ રીતે નાશ કર્યો પછી તેને સુધારવાનો વિચાર કરવાને બદલે હજી તે એની એ સ્થિતિ નભાવવાની આ મહાત્માઓ મુરાદ રાખી રહ્યા છે. એ મૂતિઓના ભજનારાની એમને ચિંતા નથી! એટલું જ નહિ પણ શાસ્ત્રમાં નહિ જણાવેલી એવી બાબતે ઊભી કરીને પણ તેઓએ રૂઢિના ચીલા નભાવવા માટે આંધળિયા કર્યા છે. દાખલા તરીકે સ્વપ્નાં ઉતારવાની પ્રથા. પર્યુષણે દરમ્યાન સ્વનાં ઉતારવાને રિવાજ છેલ્લા ૧૦ વર્ષમાં પ્રચલિત થયો છે, જે મથુરાજીમાં કૃષ્ણને હિંડોળે ઉતરે છે, એના આબાદ અનુકરણ રૂપ છે. એની શાસ્ત્રીયતા સંબંધમાં કોઈ જ વિચાર કરતું નથી કે આ કેટલા અંશે ઉચિત છે.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org