Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ ઓગણત્રીસમો અને તે અનુસાર તેમને ઉપદેશ સારાસારની તુલના રૂપ જ હોઈ શકે નહિ કે આદેશ રૂપ. આમ છતાં એ શ્રમણ પિતાના મૂળ હેતુને ભૂલી ગયા. સંવર અને નિર્જરાના પાઠ પઢવાના સ્થળે ધીમે ધીમે આશ્રવનાં દ્વાર પણ તેમણે ખુલ્લા કર્યા અને અનેક જાતના કલહ, ભયંકર બખેડાઓ અને સંસારીઓને પણ શરમાવે તેવા આરંભ સમારંભમાં વ્યગ્ર થવા લાગ્યા. અને આજે તે સારાસારની તુલના રૂપ ઉપદેશ ભૂલી છડેચોક તેઓ આદેશમય શૈલીને ઉપયોગ કરી રહ્યા છે. ફલાણું તું આમ કર! મંદિરે બાંધે! મૂર્તિઓ પધરા! પુષ્પ ચંદનથી પૂજા કરે! ઉપાશ્રયે બંધાવો, સ્વામીભાઈઓને જમાડે ! વિરોધીઓને ફેજ કરો! હેન્ડબીલ બાજીથી તેમને થકવી નાંખે! મંડળો કાઢે ! મેટરે દેડા વગેરે આ બધા ઉપદેશ જૈન શૈલી મુજબ નથી. જેન શૈલી તો એમ જણાવે આમ કરવું હિતકર છે મંદિર અને મૂર્તિ આત્માને તરવાનાં સાધન છે.” “સ્વામી ભાઈની ભક્તિ કરવી ઈષ્ટ છે વગેરે.
“પરંતુ આ શૈલીને ઉપગ આજે ભાગ્યે જ જોવાય છે, એટલું જ નહિ પણ મુનિઓને ઉચિત નહિ, તેવી વસ્તુઓમાં પણ તેઓ માથું મારવા લાગ્યા છે. દાખલા તરીકે દેવદ્રવ્યને પ્રશ્ન. સાધુઓએ પંચમહાવ્રત ધારણ કર્યા ત્યારથી પરિગ્રહ સઘળાને ત્યાગ કરેલ છે જોઈએ. મિલક્ત અને તેની વ્યવસ્થાના પ્રશ્નમાં મહાન અસાધારણ પ્રસંગ સિવાય તેમને પડવાનું હોય નહિ. આમ છતાં તેઓ દેવદ્રવ્યની મારામારીમાં આજે મશગુલ થયેલા જણાય છે. મંદિરે બાંધવા બંધાવવાનું કાર્ય શ્રાવકનું છે, તેને વહીવટ સંભાળવાનું કાર્ય પણ શ્રાવકેનું છે. એને કેમ નભાવવાં,
૧૯૩
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org