Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
કાર્યવાહી મંત્રણા
માટે પથ્થરની લાદીએથી સમપ્રમાણ બનાવેલ, ચારેકાર પડદાથી ઢંકાયેલ મંત્રણાગૃહ
સહુના કૌતુકના
વિષય બનતું હતું.
ચતુર્વિધ સંધના મંડપમાં નગરશેઠના મકાનની આગળની પરશાળમાં ખૂબ સુશાભીત રીતે ત્રિગ ગેાઠવવામાં આવ્યે હતા. તેમજ અમદાવાદના પચાસ સદ્ગૃહસ્થી સ્નાન કરી ભક્તિભાવથી સ્નાત્રીઆ તરીકે ઉભા હતા.
,
ધીરે ધીરે બધા મુનિરાજો આવી ગયા. ‘દહેગામ સાધુ મંડળી'ના પ્રવેશ કંઈક મોડા ગણાય. માનવ મેદની ઉભરાઇ રહી હતી. કેટકેટલા વર્ષો પછી જોવામાં આવેલ આ વિશાળ ચતુર્વિધ સંધના દર્શનથી અનેક ભક્તહૃદયા ભક્તિભાવથી ઉભરાઇ રહ્યાં હતાં.
શ્રી નગરશેઠનુ નિવેદન
બરાબર બાર કલાક અને પાંત્રીસ મીનીટે શરૂ થયેલું સ્નાત્ર એ તે ચાલીસ મીનીટે પુરું થયું. આ પછી તરત જ નગરશેડ શ્રી કસ્તુરભાઇ મણિભાઇએ નીચેનું નિવેદન બધા સમક્ષ વાંચી સભળાવ્યું:
“ આસન્નઉપકારી ચરમતીર્થંકર શ્રી વીર પરમાત્માને, અને અત્રે બીરાજતા તીર્થસ્વરૂપ ચતુર્વિધ શ્રી સંધને ભાવપૂર્વક પ્રણામ કરી, અમારા રાજનગરમાં સમસ્ત શ્રી સંધના વિનંતિયુક્ત નિયંત્રણથી કૃપા કરી, દૂર દૂરના પ્રદેશોમાંથી ઉગ્ર વિહાર કરી, પધારેલા પૂજ્ય આચાર્ય મહારાજો, પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજો આદિ પૂન્ય મુનિ મહારાજોને અત્રેના સમસ્ત શ્રી સંધ તરફથી હું હક્યપૂર્વક આવકાર આપતાં આનંદ પ્રદર્શિત કરું છું.
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org