Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ છો મ્મિતી સમયને બરબાદ કર્યો હતો અને નંદનવિજ્યજી તથા પં. રામવિજ્યજીએ પ્રીતિવિજયજીની તદને અન્યાયી માગણીને કેમ પક્ષ લીધે એ ભારે વિચારણીય પ્રશ્ન થઈ પડયા હતા. બંધારણને લગતા ઠરાવો
આ કોલાહલની શાન્તિ પછી સાધુ મંડળીએ પિતાનું કામકાજ શાન્તિથી શરૂ કર્યું. જેમાં પિતાના બંધારણને લગતા છ કે સાત ઠરાવો સર્વાનુમતે પસાર કર્યા. આ સાધુ મંડળી કેવળ વિષય વિચારિણી સમિતિ જ નથી પણ તેને નિકાલ કરનારી પણ છે એટલે ખરી રીતે કારેબારી મંડળ જ બની હતી. રસાકસી ભરી ચર્ચા
બંધારણને લગતા ઠરાવ પસાર થયા પછી બધા વિષયોની ચર્ચા કરી તેમાંથી ચૂંટીને વિષયો લેવા કે એક પછી એક લઈને તેને નિકાલ કરવો એ વિષે ચર્ચા થઈ. આ ઉપરાંત આ સંમેલન કયાં સુધી ચલાવવું તે સંબંધમાં પણ ભારે રસાકસી વાળી ચર્ચા થઈ.
એક પક્ષનું કહેવું એવું હતું કે ભલે મહિનાઓ પસાર થાય પણ જ્યાં સુધી શાસ્ત્રાનુકુલ નિર્ણ ન થાય ત્યાં સુધી સમેલન પુરું ન કરવું જ્યારે બીજા પક્ષે જણાવ્યું હતું કે જે સાધુઓ અમદાવાદમાં લાંબે વખત રહેવાને ટેવાયેલા છે, તેમને વાંધો નથી, પણ બીજાને એ જરાપણ ફાવશે નહિ તેમ જ અમુક દિવસમાં આટલું પતાવવું છે એવો નિર્ણય કરી લેવા જોઈએ. ત્યારબાદ સાધુ મંડળીમાં ચર્ચવાના વિષયેની નોંધ કરવામાં આવી હતી. જેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org