Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
કાર્યવાહી આપવાં ને બેડાં મુકી દેવાં ઉચિત નથી. તીર્થકર, ગણધર, પૂર્વધના વાક્યમાં વિરોધ ન આવે અને વર્તમાનના લેકે પણ સંતુષ્ટ થાય તેમ કરવું જોઈએ. વિલંબ શા માટે કરે છો ? તડકામાં જ આવવું મુશ્કેલભર્યું છે. દિવસે જવાથી લેકે પૂછે છે કે ઉત્તર આપતાં પણ શરમ આવે છે. બધા અહીં આવ્યા ત્યારે લાભ લેવાની અનેક વાતે મનમાં હતી, પણ હવે ગભરાઈને ચાલ્યા જશે.
આ પછી થોડી વાર મૌન રહ્યું હતું કે સમય પૂરો થતાં હુ વિખરાયા હતા. સારાંશ
સંમેલનની કાર્યવાહીથી સાધુઓમાં અને ખુદ આચાર્યોમાં નિરાશા ફેલાઈ હતી. સહુ પિતા પોતાના મંતવ્ય તરફ બધું બળ વાપરી રહ્યા હતા. હાથ મીલાવવા થોડે થોડે આગ્રહ મૂકવાની તૈયારી બહુ ઓછામાં જોવાતી હતી. છાપાવાળાઓ સામે નિરર્થક બખાળા કાઢવામાં વખત પસાર થયે. પ્રકીર્ણ
સંમેલનમાંથી વિખરાયા પછી શ્રી વિજયસિદ્ધિસૂરિજી પાંજરાપોળ ખાતે શ્રી વિજયનેમિસુરિજી પાસે ગયા હતા. પણ તેમણે તે તટસ્થવૃત્તિ દેખાડી હતી. પરંતુ રાત્રે પાંજરાપોળમાં અગત્યની વ્યક્તિઓ એકઠી થતાં કેટલીક ઉપયોગી વાટાઘાટો થઈ હતી. સવાર પર તેનું ભાવિ નિણત હતું.
ડા દહાડા પહેલાં મુનિસંમેલન અંગે યાત્રાળુઓની હારે ઉભરાતી હતી, ત્યાં બધું શનશાન દેખાતું હતું. સંમેલનમાં આઠ વર્ષની દીક્ષાને ઠરાવ નથી થયો, એ સમાચાર બહાર પડતાં જનતામાં આશ્ચર્ય ફેલાયું હતું.
૧૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org