Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
છવ્વીસ દિવસ ચૈત્ર સુદ ૧૪, ગુરુવાર તા. ૨૯ માર્ચ, ૧૯૩૪ - આજે નવજણની કમીટી પ્રાતઃકાળમાં તથા પેરે એમ બે વખત મળી હતી અને તેણે સ્થાનનું ફરીથી પણ પરિવર્તન કર્યું હતું. તેઓને માટે નગરશેઠના મકાનમાં ઉપરના માળે બેસવાની ગોઠવણ થઈ હતી, જેથી તેમના કાર્યમાં કઈ જાતની ખલેલ ન પહોંચે. દરેક આચાર્ય જ્યારે નગરશેઠના વડે આવતા હતા, ત્યારે બે કે ત્રણ સાધુઓ સાથે જ આવતા.
જ્યારે દાનસૂરિજી–ગ્રુપની મોટી સંખ્યા ઉતરી પડતી. એથી નીચે બેઠેલા સાધુઓને આશ્ચર્ય થતું. જે નવ વયોવૃદ્ધો નિર્ણય કરતા હતા, તેમાં આ સંખ્યા કઈ રીતે મદદકર્તા થશે એ સમજાતું નહોતું. વળી આ ઉપરાંત કેટલાક સોસાયટીભકતો મુનિ સંમેલનની ચાલુ કાર્યવાહી જાણવા બે દિવસથી પ્રયત્ન કરી રહ્યા હતા, એમ માલુમ પડ્યું હતું; તેથી તેમને અમુક સાધુઓએ સખત રીતે જણાવ્યું હતું કે આ તમને શોભતું નથી.
આજે સાધ્વીઓના પ્રશ્ન ઉપર ભારે રસાકસી થઈ હતી. પરંતુ દીક્ષાને સળગતા પ્રશ્ન કમીટી સાંગોપાંગ વટાવી ગઈ હતી અને દેવદ્રવ્યના બીજા સળગતા પ્રશ્નને તેણે હાથ ધર્યો હતે. સાંજ સુધીમાં તેને છેવટને નિર્ણય થયો નહે.
૧૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org