Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ બારમે વલ્લભસૂરિજી-ન્હા, એ રીતે દરેક સંધમાં બે ભાગ પાડવામાં આવે છે, તે ઈષ્ટ નથી.
ધર્મસાગરજી–ભાગલા પાડનારાઓ તે ભાગ્યશાળી છે. સડેલા અંગને તેઓ ફેંકી દે છે.
વલ્લભસૂરિજી–સડેલી વસ્તુને ફેંકી દેવી તેમાં સલામતી છે, પણ જે સડેલા છે તે પિતાના હાથે પિતાનું એપરેશન કરી શકતા નથી. એ ઓપરેશન તે સારે માણસ જ કરે. માટે મુનિ સંમેલનમાં પણ સડેલા હોય તેને દૂર કરવા જોઈએ. - આ શબ્દ બોલતાં બહુ જ ગંભીર વાતાવરણ છવાઈ રહ્યું. એવામાં એક રજીસ્ટર્ડ પત્ર મળ્યો. જે શ્રી વિજયનેમિસુરિજીએ સાગરાનંદસૂરિજીને વાંચવાનું કહ્યું. તેમણે પત્ર ફોડી પ્રશ્ન કર્યો કે વાંચુ કે કેમ ? કેટલાકે તે વાંચવા આગ્રહ કર્યો, ત્યારે શ્રી વિજયવલ્લભસૂરિજીએ જણાવ્યું કે અગાઉ ઘણું પા આવ્યા છે તે બધા વંચાવા જોઈએ. એટલે તે પત્રને પણ પડતું મૂકવામાં આવ્યા અને નગરશેઠને આપવા જણાવ્યું.
આ પછીથી વિજયવલ્લભસૂરિજીએ જણાવ્યું કે “બપોરે ગરમી પડવા લાગી છે ને તે વખતે સડક ઉપરથી આવતાં પગ બળે છે, તે હવેથી સવારના ૮ થી ૧૦ નો સમય રાખવે, પણ આવતી કાલે બુટેરાયજી મહારાજની જયંતી છે, એટલે પરમ દિવસથી રાખે.”
નેમિસુરિજી–હજી કાલને દિવસ છે ને ? તે કાલે એ બાબતને વિચાર કરીશું. | સર્વ મંગલ બેલાયું તે બધા સાધુઓ છુટા પડયા. સારાંશ ગઈકાલ સરખી જ ચર્ચા આજે ચાલી.
૧૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org