Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
પૂર્વા૨ગ
(૫) સાધ્વીઓને પણ પરિગ્રહ અને કપડાંની મર્યાદાની અત્યંત આવશ્યકતા છે. ગૃહસ્થ સ્ત્રી કરતાં પણ સાધ્વીઓ પાસે બહુમૂલ્ય અનેક કપડાં રેશમી, ગરમ કે સુતરાઉ વગેરે જાતનાં હેય છે. ટૂંકામાં આ અને આવા અનેક પ્રશ્નો સાધ્વીઓને ઉકેલવાના છે. તે ઉપરાંત શાલાવાસ, કુંવારી અને પરણેલી સ્ત્રીઓને ભગાડવાની વૃત્તિ, આચાર્યની અગર સાધુની આજ્ઞાથી સ્ત્રીઓને દીક્ષા માટે સંતાડવાની ક્રિયા, આચાર્યની પાછળ સપરિવાર ટેળાબંધ ફરવું અને તેમના નૈકટયમાં રહેવું વગેરે બાબતને છણવાની સાધ્વીઓને પણ આવશ્યકતા છે.
આમ છતાં સાધ્વીઓને સાધુ સંમેલનમાં સ્થાન ન હોય એ જરા વિચિત્ર લાગે છે. ભગવાન મહાવીરનો બમણુસંધ ભેગો થાય અને વીર પ્રભુની પ્રિય સાધ્વીઓ ભૂલી જવાય એ શોકની વાત છે.
જૈન ધર્મને ટકાવવામાં સાધ્વીઓને ફાળે ઓછો નથી. સાધુઓ કરતાં તેમનું સંખ્યાબળ પણ મૂળથી જ વધારે રહેતું આવ્યું છે. જૈન સમાજમાં કલેશ કછુઆ વધારવામાં સાધુઓએ જેટલે ભાવ ભજવ્યું છે, તેને થતાંશ પણ સાધ્વીઓએ ભજવ્યો નથી. ઉલટી તેઓ શાતિની પૂજારણે જ રહી છે. જે કાંઈ બખેડા તેમના હાથે થયા હશે તે પણ મોટે ભાગે સાધુઓની શીખવણીથી જ.
સાધુ સંમેલનમાં સાધ્વીઓની હાજરી હતી, એટલે તેમના અવાજને સ્થાન હોત તે સાધ્વીઓની પવિત્રતા, તેમનું ચારિત્ર્ય, તેમનું તપ, તેમની શાતિપ્રિયતા વગેરે જેઈને પણ સાધુઓ નિદાન શરમાત. સાધ્વીઓના હિસાબે કજીયાર સાધુઓ પિતાની પામરતા પિછાનત. આત્મ કલ્યાણ સાધવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org